For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં આ જગ્યાએ યોજાશે CWC મિટિંગ, ગાંધી આશ્રમમાં કરશે પ્રાર્થના

CWC મિટિંગ બાદ ગાંધી આશ્રમમાં પ્રાર્થના કરશે રાહુલ, પ્રિયંકા

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ અમદાવાદમાં આજે કોંગ્રેસની મહત્વની એવી CWC મિટિંગ મળનાર છે. આ મિટિંગમાં કોંગ્રેસના અપધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, બહેન પ્રિયંકા ગાંધી, દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિતના નેતાઓ હાજર રહેશે. 58 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસની આવી કોઈ બેઠક મળવા જઈ રહી છે. છેલ્લે વર્ષ 1961માં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી.

congress

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયાના બે દિવસ બાદ CWCનું આયોજન કર્યું હોય એક દિવસ ચાલનાર આ મિટિંગમાં મોટા નિર્ણયો લેવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. સૂત્રો મુજબ મહાત્મા ગાંધીની કર્મભૂમિ પરથી કોંગ્રેસ આખા દેશને એક મજબૂત પોલિટિકલ સંદેશ મોકલવા માગે છે. સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ મેમોરિયલ, શાહિબાગ ખાતે CWCની મિટિંગ મળ્યા બાદ ગાંધી આશ્રમમાં પ્રાર્થનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે સીડબલ્યૂસી મિટિંગ ગુજરાતમાં 58 વર્ષ બાદ મળી રહી છે. છેલ્લે કોગ્રેસ વર્કિંગ કમિટિની મિટિંગ 1991માં ભાવનગર ડિસ્ટ્રીક્ટમાં યોજાઈ હતી. ગાંધી આશ્રમમાં પ્રાર્થના બાદ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈ જશે. બાદમાં કોંગ્રેસ મોવડી મંડળની હાજરીમાં હાર્દિક અડાલજમાં રેલી કાઢશે. લોકસભા ચૂંટણીની સ્ટ્રેટેજીને અંતિમ રૂપ આપવાને બદલે મોદી સરકારની કહેવાતી નિષ્ફળતા અને અપૂર્ણ વાયદાઓને લઈ કોંગ્રેસ પીએમ મોદી પાસેથી જવાબ માંગશે.

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે સીડબલ્યૂસી મિટિંગ બાદ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ જન સંકલ્પ રેલીમાં જોડાશે. 12 માર્ચ 1930ના રોજ ગાંધી આશ્રમથી મહાત્મા ગાંધીએ દાંડી કૂચ કરી હોય આજના દિવસે કોંગ્રેસે અમદાવાદમાં સીડબલ્યૂસીની બેઠક યોજી છે.

આ પણ વાંચો- કોંગ્રેસને લાગ્યો વધુ એક ફટકો, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ આપ્યું રાજીનામું

English summary
cwc meet held at sardar vallabhbhai patel national memorial, after that congress leaders will pay tribute to mahatma gandhi at gandhi ashram
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X