Cyclone Biparjoy : કંડલા બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયુ, કાંઠા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર શરૂ
અરબ સાગરમાંથી ગુજરાતના દરિયાકિનારા તરફ આગળ વધી રહેલા વાવાઝોડા બિયરજોયને લઈને તંત્રની ઉંઘ હરામ થઈ ગઈ છે. કાંઠા વિસ્તારના લોકોને સલામત જગ્યા ખસેડાઈ રહ્યા છે ત્યારે હવે કંડલા બંદર પર 10 નંબરનું ભયજનક સિગ્નલ લગાવી દેવાયુ છે.
ગુજરાતના સૌથી મોટા બંદરોમાંથી એક કંડલા પોર્ટ પર 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યુ છે. આ સિવા પુરા કચ્છના વિવિધ દરિયાકાંઠે રહેતા લોકોને ખસેડવા કવાયત ચાલી રહી છે.

સામે આવી રહેલા સમાચારો અનુસાર, જખૌના કાંઠા વિસ્તારના ગામોને સ્થળાંતરની સૂચના અપાઈ છે. નલિયા પ્રાંત અધિકારીએ મિટિંગ બોલાવીને કાંઠા વિસ્તારના 2 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામોને સ્થળાંતર કરવાની સૂચના આપી છે.
વાવાઝોડુ ભયંકર રીતે કાંઠા તરફ આગળ વધી રહ્યું છે ત્યાકે તંત્ર ઓછામાં ઓછી જાનમાનની હાનિ થાય તેવા પ્રયાસો કરી રહ્યુંં છે. આ ક્રમમાં જ નલિયા પ્રાંત અધિકારીએ 20 જેટલા ગામોના લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવા આદેશ કર્યા છે.












Click it and Unblock the Notifications
