Cyclone Biparjoy Update : 15 જૂને જખૌ બંદર પર ત્રાટકશે બિપોરજોય ચક્રવાત, જાહેર કરાશે રેડ એલર્ટ
Cyclone Biparjoy Update : બિપોરજોય ચક્રવાત 15 જૂનની સવારે ગુજરાતના જખૌ બંદર પર ત્રાટકશે. હાલ વાવાઝોડાની ઝડપ 155 થી 165 કિમી પ્રતિ કલાક છે. વાવાઝોડાના જોખમને ધ્યાનમાં રાખીને 13 જૂનના રોજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવશે. આ અંગે ભારતીય હવામાન વિભાગે જાણકારી આપી છે.
આ સાથે સત્તાવાળાઓએ અતિ જોખમી ચક્રવાતી વાવાઝોડાના રૂપમાં લેન્ડફોલ થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાનું શરૂ કર્યું છે. દરિયાકાંઠાના દેવભૂમિ દ્વારકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ સંદર્ભે અત્યાર સુધીમાં લગભગ 1,300 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

તાજેતરની માહિતી અનુસાર, ભારત હવામાન વિભાગે જણાવ્યું હતું કે, અત્યંત જોખમી ચક્રવાતી તોફાન બિપોરજોય ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને સૌરાષ્ટ્ર અને કચ્છને પાર કરીને માંડવી (ગુજરાત) અને કરાચી (પાકિસ્તાન) સુધી પહોંચવાની સંભાવના છે. પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. 15 જૂનના રોજ 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકનાર એક ગંભીર ચક્રવાતી તોફાન વિકસે છે.
રવિવારની રાત સુધીમાં, અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન બિપોરજોય મુંબઈથી લગભગ 540 કિમી પશ્ચિમમાં, પોરબંદરથી 360 કિમી દક્ષિણ-પશ્ચિમમાં, દેવભૂમિ દ્વારકાથી 400 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં, નલિયાથી 490 કિમી દક્ષિણ પશ્ચિમમાં સ્થિત હતું, અને પાકિસ્તાનમાં કરાચીની દક્ષિણે 660 કિમી દુર છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ચક્રવાતની અસરનો સામનો કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કારણ કે, તે પ્રદેશમાં ખૂબ જ જોરદાર પવન અને ભારે વરસાદ લાવશે.
કચ્છ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. સ્થાનિક વહીવટીતંત્ર સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારોના જિલ્લાઓમાં દરિયાની નજીકના વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવાનું કામ કરી રહ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, માછીમારો માટે દરિયાકાંઠે ચેતવણી ચિહ્નો મૂકવામાં આવ્યા છે, જેમને 15 જૂન સુધી મધ્ય અરબી સમુદ્ર અને સોમવારે ઉત્તર અરબી સમુદ્રના કાંઠે સાહસ ન કરવાની સલાહ આપવામાં આવી છે.
IMDએ જણાવ્યું હતું કે, દરિયાકાંઠાની નજીકના સૌરાષ્ટ્ર વિસ્તારના અન્ય જિલ્લાઓમાં થોડા સ્થળોએ ભારે વરસાદ પડશે, જ્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડશે.
IMD દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, 15 જૂનની સવારથી પવનની ઝડપ 120-130 કિમી પ્રતિ કલાકની ઝડપે 145 કિમી પ્રતિ કલાક સુધી પહોંચશે. બુધવાર સાંજ સુધી દરિયાની સ્થિતિ ખૂબ જ ખરાબ રહેવાની સંભાવના છે.












Click it and Unblock the Notifications
