Cyclone Biparjoy Update : કચ્છમાં શાળા-કોલેજોમાં 16 જૂન સુધી રજા જાહેર, કાંઠા વિસ્તારોમાં કલમ 144 લાગુ
Cyclone Biparjoy Update : હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર, બિપોરજોય વાવાઝોડુ 15 જૂનની સવારે ગુજરાતના જખૌ બંદર પર ત્રાટકશે. હાલ વાવાઝોડાની ઝડપ 155 થી 165 કિમી પ્રતિ કલાક છે. આ વાવાઝોડાને કારણે મંગળવારના રોજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવશે.
બિપોરજોય ચક્રવાતના કારણે સંભવિત જોખમી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છમાં શાળા-કોલેજમાં 16 જૂન સુધી રજા જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં હાલ ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. આ સાથે વાવાઝોડાને કારણે દરિયો ગાંડોતૂર બન્યો છે.

બિપોરજોય ચક્રવાતને ધ્યનમાં રાખીને કચ્છ, દ્વારકા, પોરબંદરમાં સ્થળાંતર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં કચ્છમાં 1550 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
બિપોરજોય ચક્રવાતની અસરને ધ્યાનમાં રાખીને ઓખા બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે. આ સાથે માછીમારોને દરિયામાં નહીં જવા તેમજ લોકોને દરિયાકાંઠેથી દૂર રહેવા, સલામત સ્થળે રહેવા દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ વચ્ચે ભગવાન દ્વારકાધીશ મંદિરમાં બિપોરજોય વાવાઝોડાને લઈ એક સાથે બે ધજા ચડાવવામાં આવી છે. બે ધજા સાથે ચડાવાથી સકંટ ટળશે, તેવી માન્યતા છે.
ચક્રવાત બિપોરજોને કારણે અરબી સમુદ્રમાં સુનામીના જોખમની શક્યતા સેવાઇ રહી છે. તેની અસર જમીનથી લઈને આકાશ સુધી જોવા મળી રહી છે. ગુજરાત, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને લક્ષદ્વીપના દરિયાકાંઠાના વિસ્તારોમાં તબાહી મચે તેવી શક્યતા છે. આ સાથે બિપોરજોય ચક્રવાતના જોખમને ધ્યાનમાં રાખીને ગાંધીનગર ખાતે ઉચ્ચ અધિકારીઓની બેઠક મળશે.












Click it and Unblock the Notifications
