Cyclone Biporjoy Update : અતિ ગંભીર બન્યું ચક્રવાત બિપોરજોય, જાણો રાજ્યમાં શું છે સ્થિતિ
Cyclone Biporjoy Update: અરબ સાગરમાં બનેલા ચક્રવાત બિપોરજોય ખતરનાક બની ગયું છે. અત્યાર સુધી આ 175 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી લીધી છે. અત્યાર સુધી પૂર્વ-મધ્ય અરબ સાગરમાં ચક્રવાતની સ્થિતિ સર્જાઇ છે. આ ચક્રવાત બિપોરજોય 15 જૂનની બપોરે સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં લેન્ડફોલ કરશે.
ભારતીય હવામાન વિભાગ (IMD)નું માનવું છે કે, દરિયાકાંઠે અથડાતી વખતે પવનની ગતિ થોડી ધીમી થશે, પરંતુ તેમ છતાં ઝડપ ઓછામાં ઓછી 150 kmph સુધી રહી શકે છે. દરિયામાં કરંટ પહેલાથી જ વધવા લાગ્યું છે. સૌથી મોટો ખતરો ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ પર છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ, જામનગર અને જૂનાગઢ નજીક ત્રણથી ચાર મીટર સુધીના મોજા ઉછળી શકે છે.

કેબિનેટ સચિવે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સમિતિની બેઠક પણ યોજી હતી અને અત્યાર સુધીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ બેઠક દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાંથી સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું છે. બીચ નજીકના રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. બંદરો પર ચેતવણી ચિહ્નો મૂકવામાં આવ્યા છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
IMDના જણાવ્યા અનુસાર, ચક્રવાત જખૌ બંદર નજીક ત્રાટકે તેવી શક્યતા છે. જે દિવસે આ ચક્રવાત સૌરાષ્ટ્ર-કચ્છ નજીક ત્રાટકશે તે દિવસે અનેક પ્રકારના ખતરાના સંકેતો છે. લગભગ 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ભારે વરસાદ પડશે. દરિયામાં ઊંચા મોજા ઉછળશે. જેના કારણે અનેક જિલ્લાઓમાં પૂરનું જોખમ પણ વધી જશે.
IMD અનુસાર, ચક્રવાત હાલમાં સાત કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. દેવભૂમિ પોરબંદરથી લગભગ 300 કિમી દક્ષિણ-પશ્ચિમમાં, દ્વારકાથી 310 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં, જખૌ બંદરથી 400 કિમી દક્ષિણે, નલિયાથી 400 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં અને કરાચી (પાકિસ્તાન)થી 520 કિમી દક્ષિણે સ્થિત હતી.
અરબી સમુદ્રમાં પવનની ઝડપ 175 કિમી સુધી જોવા મળી છે. જ્યારે તે જખૌ બંદર નજીક અથડાશે, ત્યારે તેની ઝડપ 145 થી 150 કિમીની હોઈ શકે છે. આ દરમિયાન ગુજરાતના વલસાડ, ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીના ભાગોમાં સોમવારે હળવો વરસાદ પડ્યો હતો.












Click it and Unblock the Notifications
