Cyclone Biporjoy Update : જોવા મળ્યું ચક્રવાતનું વિકરાળ સ્વરૂપ, જુઓ તારાજીના વીડિયો
Cyclone Biporjoy Update : ચક્રવાત બિપોરજોય ગુજરાતના કચ્છમાં લેન્ડફોલ કરવાનું શરૂ કર્યું છે. વાવાઝોડાને કારણે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં 115-125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
હાલમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે મધરાત સુધી લેન્ડફોલ ચાલુ રહેશે. વાવાઝોડાને કારણે અનેક જગ્યાએ વૃક્ષો અને વીજ થાંભલાઓ પડી ગયા છે.

વાવાઝોડાને કારણે ભુજ-નલિયા હાઇવે બંધ - વાવાઝોડાને કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા. મુશળધાર વરસાદ અને ભારે પવનના કારણે ભુજ-નલિયા હાઇવે બંધ કરવો પડ્યો હતો.
#CycloneBiporjoyUpdate | Bhuj-Naliya Highway closed due to falling of trees #Biparjoy #CycloneAlert #Gujarat #mandvi #BiparjoyAlert pic.twitter.com/eeQBP4eemD
— DD News (@DDNewslive) June 15, 2023
દ્વારકામાં તોફાની પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા અને કેટલીક જગ્યાએ રસ્તા પર હોર્ડિંગ્સ પણ પડી ગયા હતા. મોરબીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ નોંધાઇ રહ્યો છે.
અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ - મોરબી જિલ્લામાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
#WATCH | Gujarat | Heavy rainfall, accompanied by strong winds, continues in Morbi as an impact of #CycloneBiparjoy.
— ANI (@ANI) June 15, 2023
The landfall process has commenced over the coastal districts of Saurashtra and Kutch and it will continue until midnight, says IMD pic.twitter.com/xzIFwCxP1U
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદ પડશે - ચક્રવાતી તોફાનના કારણે ગુજરાતમાં ત્રણ દિવસ સુધી વરસાદની શક્યતા છે. કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, રાજકોટ ઉપરાંત બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
#WATCH | Gujarat | Trees uprooted and hoardings fell in Dwarka, as strong winds hit the district under the impact of #CycloneBiparjoy. pic.twitter.com/VUFFQp56CI
— ANI (@ANI) June 15, 2023
દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે - ચક્રવાતી તોફાનના કારણે ગીર-સોમનાથના દરિયામાં 15-20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે, ત્યારે સુરતના સુંવાલી દરિયામાં 10 થી 12 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. હાલમાં 30 થી 36 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
- #બિપરજોય વાવાઝોડાને પગલે રાજ્યમાં હજી 3 દિવસ રહશે વરસાદી માહોલ
— DD News Gujarati (@DDNewsGujarati) June 15, 2023
- કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ભારેથી ભારે વરસાદની આગાહી
- જ્યારે, દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, રાજકોટમાં રહેશે ભારે વરસાદ#CycloneBiporjoy #BiparjoyCyclone #CycloneAlert pic.twitter.com/T2Uq9VCuHb












Click it and Unblock the Notifications
