Cyclone Hamoon and Tej : ગુજરાત પર બે મોટા ચક્રવાતનો ખતરો, જાણો તેજ અને હામુન કેટલા ખતરનાક?

ચોમાસાની શરૂઆતમાં બિપોરજોય વાવાઝોડાને કારણે ભારે તબાહીના દ્રશ્યો સર્જાયા હતા. હવે ફરીથી એક સાથે બે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે.

ભારતીય હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટમાં આ બંને વાવાઝોડાને ગંભીર શ્રેણીમાં રખાયા છે અને ચેતવણી જારી કરાઈ છે. હવે ફરીથી ગુજરાતમાં મોટી તબાહીની સંભાવના જોવા મળી રહી છે.

Cyclone Hamoon and Tej

અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાતી તોફાનને તેજ નામ અપાયુ છે તો બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાનું નામ હામુન રખાયુ છે. આ બંને વાવાઝોડા ખૂબ જ શક્તિશાળી છે અને ઘણી બધી તબાહી મચાવી શકે છે.

ભારતે વાવાઝોડાને તેજ નામ આપ્યું છે અને તેના કારણે યમન, બાંગ્લાદેશ, ગુજરાત અને ઓડિશાના દરિયાકાંઠે ભારે વરસાદની આશંકા છે.

હવામાન વિભાગ અનુસાર, ચક્રવાતી તોફાન હમુન ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે પરંતુ ઓડિશામાં તેની ઊંડી અસર નથી, કારણ કે તે લગભગ 200 કિલોમીટરના અંતરે સ્થિત છે.

બંગાળની ખાડીમાં સિસ્ટમ પ્રતિ કલાક 21 કિમીની ઝડપે આગળ વધી રહી હોવાથી તે થોડા કલાકોમાં વધુ તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા છે.
હામુન નામ ઈરાન દ્વારા આપવામાં આવ્યું છે અને તેનો અર્થ રણનું ઝરણુ તળાવ અથવા દલદલ વાળી જમીન થાય છે.

હામુનની ઝડપ 80 થી 100 કિલોમીટરની વચ્ચે હોઈ શકે છે. દુર્ગા પૂજા પંડાલોને નુકસાન થઈ શકે છે. હાલ કોલકાતામાં ગઈકાલથી વરસાદ પડી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં ઓડિશામાં 15 મિમી જેટલો વરસાદ પડ્યો છે.

IMDએ માછીમારોને બુધવાર સુધી ઓડિશાના દરિયા કિનારા, બંગાળની ખાડી અને પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપી છે. કોલકાતા, દક્ષિણ 24 પરગણા જિલ્લાના કેટલાક ભાગો અને પૂર્વ મેદિનીપુરના વિસ્તારોમાં વીજળી પડવાની સંભાવના વ્યક્ત પણ કરાઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X