For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાવાઝોડાં 'નિસર્ગ'ને પગલે ગુજરાતના 7 જિલ્લા હાઈ અલર્ટ, મહારાષ્ટ્રમાં પણ ખતરો

વાવાઝોડાં 'નિસર્ગ'ને પગલે ગુજરાતના 7 જિલ્લા હાઈ અલર્ટ, મહારાષ્ટ્રમાં પણ ખતરો

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ દેશભરમાં કોરોના વાયરસ મહામારીએ તબાહી મચાવી છે, ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રના તટ તરફ વધુ એક ખતરો આગળ વધી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે 'નિસર્ગ' નામના ગંભીર ચક્રવાતી તફાની ભવિષ્યવાણી કરી છે જે બુધવારે સાંજે દસ્તક આપી શકે છે. જેને ધ્યાનમાં રાખી મહારાષ્ટ્ર સરકારે મુંબઈષ થાણે, પાલઘર, રાયગઢ અને આજુબાજુના જિલ્લાઓ માટે રેડ અલર્ટ કર્યું છે. તોફાન ત્રણ જૂને રાજ્યના તટ પર પહોંચી તેવી આશંકા છે.

NDRFની ટીમો તહેનાત

NDRFની ટીમો તહેનાત

અધિકારીઓએ જણાવ્યું કે NDRFની દસ ટીમને સંવેદનશીલ જિલ્લામાં તહેનાત કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય છ ટૂકડીને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે હાલ રાજ્ય કોરોના મહામારી સામે લડી રહ્યું છે અને કેટલાય દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે તેવામાં વાવાઝોડાના કારણે વિજળી ગુલ ના થઈ જાય તે સુનિશ્ચિત કરવાનું કહ્યું છે.

ગુજરાતમાં 11 ટીમ તહેનાત

ગુજરાતમાં 11 ટીમ તહેનાત

NDRFએ ગુજરાતમાં 11 અને દીવ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં 1-1 ટીમની સથે રાજ્યની SDRFની પાંચ ટીમ તહેનાત કરી છે. આ ઉપરાંત વધારાની ટીમો પાસેના ક્ષેત્રોમાં સ્ટેન્ડ બાય રાખવામાં આી છે. બધા જ સમુદ્રી તટોને સાર્વજનિક રૂપે બંધ કરી દેવામાં આવ્યા છે અને માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

ગુજરાતથી કેટલું દૂર છે?

ગુજરાતથી કેટલું દૂર છે?

ભારતીય હવામાન ખાતા મુજબ લૉ પ્રેસરનું ક્ષેત્ર અરબી સમુદ્ર અને લક્ષદ્વીપના દક્ષિણ પૂર્વ અને પૂર્વ મધ્ય વિસ્તારમાં બન્યું છે. હાલ તે ગવાથી 330 કિમી દક્ષિણ પશ્ચિમ, મુંબઈથી 570 કિમી દક્ષિણ-દક્ષણ પશ્ચિમ અને દક્ષિણ ગુજરાતના (South Gujarat) સુરતથી 800 કિમી દક્ષિણ પશ્ચિમની દૂરી પર છે. ચક્રવાતી તોફાનમાં તબદીલ થયા બાદ 2 જૂનની સવાર સુધી તે ઉત્તર તરફ વધે તેવી સંભાવના છે. તોફાન રાયગઢના હરિહરેશ્વર અને દમણની વચ્ચે ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તટ પર 3 જૂનની સાંજે ટકરાય તેવી સંભાવના છે. જેને પગલે બંને રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત બંને રાજ્યોના દરિયાકાંઠે 12થી 16 ફીટ ઉંચી લહેરો ઉઠવાનું પણ અનુમાન છે.

ગુજરાતના 7 જિલ્લા હાઈ અલર્ટ

ગુજરાતના 7 જિલ્લા હાઈ અલર્ટ

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમવારે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લા વલસાડ, સુરત, ભરુચ, નવસારી અને સૌરાષ્ટ્રનાના બે જિલ્લા ભાવનગર અને અમરેલીના નાગરકોને 3 અને 4 જૂને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે. સોમવારે ભાવનગર જિલ્લામાં અને અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો.

'નિસર્ગ' વાવાઝોડુઃ ગુજરાત-મહારાષ્ટ્રના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ, અપાયુ રેડ એલર્ટ'નિસર્ગ' વાવાઝોડુઃ ગુજરાત-મહારાષ્ટ્રના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ, અપાયુ રેડ એલર્ટ

English summary
cyclone nisarg may hit south gujarat on 3rd june, 7 district on red alert
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X