For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Cyclone Nisarga Live: NDRFની 43 ટીમ બચાવ કાર્યમાં, લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા

Cyclone Nisarga Live: NDRFની 43 ટીમ બચાવ કાર્યમાં, લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ચક્રવાતી તોફાન નિસર્ગ આવતી કાલે ત્રણ જૂને ગુજરાત અને મહારાષ્ટ્રના તટ પર ટકરાય તેવું અનુમાન છે. અરબી સમુદ્રથી ઉઠેલું આ તોફાન તેજીથી આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગનું અનુમાન છે કે નિસર્ગ 3 જૂનના રોજ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના હરિહરેશ્વર અને અને દમણ વચ્ચે ટકરાઈ શકે છે. જેને ધ્યાનમાં રાખી મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 23 ટીમ તહેનાત કરવામાં આવી છે. તોફાન સાથે જોડાયેલી લાઈવ અપડેટ જાણો...

cyclone nisarg

નિસર્ગ વાવાઝોડુઃ 6 વર્ષમાં 8 વાર મંડરાયો ગુજરાત પર વાવાઝોડાનો ખતરો, દર વખતે બચી ગયુનિસર્ગ વાવાઝોડુઃ 6 વર્ષમાં 8 વાર મંડરાયો ગુજરાત પર વાવાઝોડાનો ખતરો, દર વખતે બચી ગયુ

Newest First Oldest First
5:50 PM, 3 Jun

પુણેના ચિંચવડમાં પણ તોફાનની અસર જોવા મળી, જ્યાં ઝાડ પડી જવાથી ગાડીઓને નુકસાન પહોંચ્યું છે.
4:26 PM, 3 Jun

ચક્રવાતી તફાનના ખતરાને જતા બાંદ્રા વર્લી સી લિંક બંધ કરી દેવામાં આવ્યો છે.
4:26 PM, 3 Jun

રાયગઢના કેટલાય વિસ્તારોમાં મોબાઈલ સેવા બંધ થઈ ગઈ છે.
4:26 PM, 3 Jun

મહારાષ્ટ્રના રાયગઢમાં તેજ હવા ચાલી રહી છે. આ દરમિયાન કેટલાય ઘરની છત ઉડી ગઈ.
4:25 PM, 3 Jun

મહારાષ્ટ્રના રાયગઢમાં તેજ હવા ચાલી રહી છે. આ દરમિયાન કેટલાય ઘરની છત ઉડી ગઈ.
2:26 PM, 3 Jun

મહારાષ્ટ્રના રત્નાગિરીમાં તેજ હવા ચાલી રહી છે. સાથે જ ઉંચી લહેરો પણ ઉઠી રહી છે.
2:06 PM, 3 Jun

એનડીઆરએફ ડીજી મુજબ તેમની 43 ટીમમાં બે રાજ્યોમાં રાહત અને બચાવ કાર્યોમાં લાગી છે. જેમાં 21 ટીમ માત્ર મહારાષ્ટ્રમાં છે. અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે.
2:05 PM, 3 Jun

NDRFની 43 ટીમ બચાવ કાર્યમાં, લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા
1:36 PM, 3 Jun

દમણથી એનડીઆરએફે ત્રણ હજારથી વધુ લોકોને બચાવ્યા છે.
1:25 PM, 3 Jun

મુંબઈના દરિયાકિનારે જોરદાર પવન ફુંકાવા લાગ્યો છે.
1:24 PM, 3 Jun

ચક્રવાત તોફાનના ભયને કારણે બાંદ્રા વરલી સી લિંક બંધ કરાઈ છે.
12:52 PM, 3 Jun

મહારાષ્ટ્રના રાયગ જિલ્લામાં એક ચક્રવાતી વાવાઝોડાએ પાયમાલી શરૂ કરી દીધી છે, જ્યાં ઘણાં વૃક્ષો પડી ગયા છે.
12:37 PM, 3 Jun

વાવાઝોડાની અસર ગોવામાં પણ જોવા મળી રહી છે, જ્યાં દરિયાકિનારા પર તેજ મોજાઓ આવી રહ્યા છે.
12:04 PM, 3 Jun

તોફાન પહેલા જ મુંબઈના તટો પર લહેરો ઉઠી રહી છે જેના કારણે ત્યાં એનડીઆરએફને તૈનાત કરવામાં આવ્યુ છે.
12:01 PM, 3 Jun

એનડીઆરએફે અત્યાર સુધી 40 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. આ બધા તોફાનથી પ્રભાવિત થનારા વિસ્તારોમાં રહેતા હતા.
12:01 PM, 3 Jun

નિસર્ગ તોફાનના કારણે ફાયર બ્રિગેડને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યુ છે જેથી કોઈ પણ ઈમરજન્સીની સ્થિતિને પહોંચી વળાય. આ સાથે જ 6 સમુદ્ર તટો પર 93 લાઈફગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે.
11:59 AM, 3 Jun

મુંબઈ એનડીઆરએફની ટીમ બીએમસી સાથે મળીને વરસોવા પાસે તટીય વિસ્તારોમાં લોકોને સુરક્ષિત રીતે બહાર ખસેડી રહ્યા છે.
11:27 AM, 3 Jun

મહારાષ્ટ્રઃ મુખ્યમંત્રી કાર્યાલયે સુરક્ષિત રહેવા માટે DO અને DONT'sની યાદી જારી કરી.
10:30 AM, 3 Jun

સુરતના સુવાલી બીચ પર એનડીઆરએફની ટીમ તૈનાત છે.
10:12 AM, 3 Jun

પણજીઃ શહેરના અમુક ભાગોમાં ઝડપી પવન સાથે વરસાદ પડી રહ્યો છે.
10:12 AM, 3 Jun

નિસર્ગ વાવાઝોડુ આજે બપોરે તટને પાર કરશે, ત્યારે આની ઝડપ 100-120 પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. ખાસ કરીને મુંબઈ, ઠાણે, રાયગઢમાં. દક્ષિણ કોંકણમાં ભારે વરસાદ અત્યારે નોંધવામાં આવ્યો છે. વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. અડધી રાત બાદ તોફાન નબળુ પડશેઃ મૃત્યુંજય મહાપાત્રા, મહાનિર્દેશક, આઈએમડી
9:51 AM, 3 Jun

નિસર્ગ છેલ્લા 6 કલાક દરમિયાન 13 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર મહારાષ્ટ્ર તરફ આગળ વધ્યુ.
9:38 AM, 3 Jun

નિસર્ગ વાવાઝોડુ ગંભીર ચક્રવાતી તોફાન બની ગયુ છે. હવાની ઝડપ 100-120 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. આખા રાયગઢ, મુંબઈ, ઠાણે, પાલઘરમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આજે બપોરે 1-3 વાગ્યા વચ્ચે તે અલીબાગના દક્ષિણમાં ટકરાશેઃ શુભાંગી ભૂટે, વૈજ્ઞાનિક, આઈએમડી, મુંબઈ
9:36 AM, 3 Jun

દમણમાં પણ એનડીઆરએફની ટીમો લોકોને સુરક્ષિત સ્થળે લઈને જઈ રહી છે.
9:36 AM, 3 Jun

એનડીઆરએફની ટીમો ગુજરાતના વલસાડથી લોકોને સુરક્ષિત સ્થળે લઈને જઈ રહી છે.
9:35 AM, 3 Jun

સરકારે લોકોને ઘરોમાં બંધ રહેવાની સલાહ આપી છે. વળી, નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ખસેડવા માટે કહેવામાં આવ્યુ છે. માછીમારોને સમુદ્રથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યુ છે.
9:34 AM, 3 Jun

મહારાષ્ટ્રના રત્નાગિરીા ક્ષેત્રોમાં તેજ હવા સાથે જોરદાર વરસાદ થઈ રહ્યો છે.
8:28 AM, 3 Jun

નિસર્ગ તોફાન આજે અલીબાગ પાસે ટકરાય તેવી સંભાવના છે.
8:28 AM, 3 Jun

નિસર્ગ તોફાનને જોતા મહારાષ્ટ્રમાં 20 ટીમ બોલાવવામાં આવી, એકલા મુંબઈમાં જ એનડીઆરએફની 8 ટીમ
8:26 AM, 3 Jun

તોફાન આવતા પહેલા મુંબઈના કેટલાય વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં લહેરો ઉઠી રહી છે
READ MORE

English summary
Cyclone Nisarga Live Updates in Gujarti, maharashtra, gujarat on alert
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X