Cyclone Tauktae: મહારાષ્ટ્રની 4526 અને ગુજરાતની 2258 માછીમારી બોટ સુરક્ષિત રીતે બંદર પર પાછી આવી

ભારતીય કોસ્ટ ગાર્ડે માહિતી આપી છે કે વાવાઝોડા 'તૌકતે'ને જોતાં મહારાષ્ટ્રની 4526 અને ગુજરાતની 2258 માછીમારી બોટ સુરક્ષિત રીતે બંદર પર પાછી આવી છે.

નવી દિલ્લીઃ ભારતીય કોસ્ટ ગાર્ડે માહિતી આપી છે કે વાવાઝોડા 'તૌકતે'ને જોતાં મહારાષ્ટ્રની 4526 અને ગુજરાતની 2258 માછીમારી બોટ સુરક્ષિત રીતે બંદર પર પાછી આવી છે. ગઈકાલે ભારતીય કોસ્ટ ગાર્ડે ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, 'મત્સ્ય ઉદ્યોગ સાથે અસરકારક અને સતત સંપર્ક તેમજ ભારતીય કોસ્ટ ગાર્ડની જહાજો અને માછીમારોને સમયસર હવામાનની ચેતવણીના કારણે મહારાષ્ટ્રની તમામ 4526 માછીમારી નૌકાઓ અને ગુજરાતની 2258 નૌકાએ જે દરિયામાં હતી તે સુરક્ષિત રીતે બંદર પહોંચી ગઈ છે.'

boat

એક અધિકૃત પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યુ હતુ કે, 'વાવાઝોડાની રચનાના પ્રથમ સંકેતો 11 મે, 2021થી શરૂ થયા પછી ભારતીય કોસ્ટ ગાર્ડે લક્ષદ્વીપ ટાપુઓ અને તમિલનાડુ પાસેના દરિયાકાંઠાના રાજ્ય સહિત અન્ય રાજ્યોમાં તૈયારી કરી લીધી.' વાવાઝોડા તૌકતેના જોખમને જોતા તમામ દરિયાકાંઠા, તરતા અને ઉડ્ડયન એકમોને અગાઉથી ચેતવણી આપી દેવામાં આવી હતી. આઈસીજી શિપ્સ અને વિમાનોએ પહેલેથી જ ફિશિંગ બોટ અને વેપારી જહાજોને પણ ચેતવણી આપી હતી. વાવાઝોડા 'તૌકતે'ના નિવારક ઉપાયો માટે આઈસીજીની સંપત્તિઓની મોટાપાયે તૈનાતીના કારણે 5600થી વધુ બોટની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત થઈ શકી અને 335 વેપારી જહાજોનો બચાવ થઈ શક્યો.

આઈસીજી રિમોટ ઑપરેટીંગ સ્ટેશન નાવિકો અને માછીમારો માટે એમએમબી રેડિયો પર સ્થાનિક ભાષામાં હવામાન સંબંધી એલર્ટ સંદેશાઓને સતત પ્રસારિત કરી રહ્યા છે. નેવટેક્સની ચેતવણી નિયમિત રીતે જાહેર કરવામાં આવી રહી છે અને વિસ્તારમાં આવતા અને જતા જહાજોને સતર્ક રહેવા માટે આંતરરાષ્ટ્રીય સુરક્ષા નેટ(આઈએસએન)ને સક્રિય કરી દેવામાં આવ્યુ છે. બંદરગાહમાં જહાજોને આશ્રય આપવા અને જરૂરી સુરક્ષા ઉપાય કરવાની સલાહ આપવામાં આવી છે. બંદરગાહ પ્રાધિકરણો, ઓઈલ રિગ ઑપરેટરો, શિપિંગ, ફિશરીઝ પ્રશાસન અને માછીમાર એસોસિએટને વાવાઝોડા વિશે સૂચિત કરવામાં આવ્યા છે. વળી, નૌકાઓ, જહાજો અને ફિક્સ પ્લેટફૉર્મની સુરક્ષા માટે સંપર્ક અને સમન્વય જાળવવામાં આવી રહ્યો છે.

વધુમાં, હવાવાળી નૌકા, લાઈફબોટ અને લાઈફ જેકેટવાળા 40 તટરક્ષક દળ(DRT) પશ્ચિમ દરિયાકાંઠે સ્ટેન્ડ બાય છે. મેડીકલની ટીમો અને એમ્બ્લયુલન્સ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ICG દ્રારા કરાયેલા પ્રયાસોને કારણે દરિયામાં માછીમારોનેના જીવનને કોઈ હાનિ ન નથી કારણકે વાવાઝોડુ કેરળ, કર્ણાટક, ગોવા અને સાથે જ લક્ષદ્વીપને પાર કરી ગયુ. હવે ICGનુ ફોકસ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છે કારણકે 18 મેના રોજ સવારે ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડુ ત્રાટકવાની આગાહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X