#CycloneTauktae: ગુજરાતના 21 જિલ્લાઓમાં થઈ રહ્યો છે મૂસળધાર વરસાદ, રાજસ્થાન થઈને હિમાલય તરફ વધશે વાવાઝોડુ

અરબ સાગરમાં આવેલ વાવાઝોડા તૌકતે(તાઉ તે)ના કારણે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મૂસળધાર વરસાદ વરસી રહ્યો છે.

પોરબંદરઃ અરબ સાગરમાં આવેલ વાવાઝોડા તૌકતે(તાઉ તે)ના કારણે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મૂસળધાર વરસાદ વરસી રહ્યો છે. તેજ આંધીથી વૃક્ષો ધરાશાયી થઈ રહ્યા છે. મકાનોના છાપરા ઉડી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડાના કારણે લગભગ 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ઘણા વિસ્તારોમાં વિજળી સપ્લાય ઠપ્પ છે. કાંઠાના વિસ્તારોમાં ઘણા ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. માછીમારોની નૌકા વહી ગઈ છે.

84 તાલુકામાં મૂસળધાર વરસાદ

84 તાલુકામાં મૂસળધાર વરસાદ

સોમવારે રાતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રના કિનારે ટકરાયુ ત્યારબાદથી 21 જિલ્લાઓના 84 તાલુકામાં મૂસળધાર વરસાદ વરસી રહ્યો છે. મધ્ય ગુજરાત સુધી ઘણી વસ્તીઓમાં ઠેર ઠેર કીચડ થઈ ગયો છે. વળી, દક્ષિણ ગુજરાતના ગામ કસબાઓને જોડતા રસ્તા ખરાબ થઈ ગયા છે.

વાવાઝોડાના કારણે કોહરામ

વાવાઝોડાના કારણે કોહરામ

મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગૃહ જિલ્લા રાજકોટમાં વાવાઝોડાના કારણે કોહરામ મચેલો છે. લોકો ઘરોમાં ભરાયેલા છે. એક સ્થાનિક રહેવાસીએ કહ્યુ કે એવુ જણાવવામાં આવી રહ્યુ છે કે અમુક કલાકો બાદ આ વાવાઝોડુ ગુજરાતથી નીકળી જશે પછી રાજસ્થાન પહોંચતા પહોંચતા નબળુ થઈને ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે.

વાવાઝોડુ હિમાલય તરફ આગળ વધશે

વાવાઝોડુ હિમાલય તરફ આગળ વધશે

હવામાન વિભાગના એક અધિકારીએ કહ્યુ કે તૌકતે(તાઉ તે)ના કારણે ગુજરાતમાં મંગળવારે પણ દિવસભર વરસાદ થઈ શકે છે. જો કે રાતે ક્યાં કેટલુ નુકશાન થયુ તે દિવસભરમાં જ જાણી શકાશે. આ પહેલા હવામાન વિભાગે એલર્ટ જારી કરીને કહ્યુ હતુ કે 18 મેની બપોર સુધી ઓછા દબાણના ક્ષેત્રમાં બદલાતુ વાવાઝોડુ હિમાલય તરફ વધશે. આનાથી ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર અને ભાવનગર વધુ પ્રભાવિત થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X