પાટણમાં દલિતે કલેક્ટર કચેરી ખાતે આત્મદાહ કર્યો

પાટણમાં એક દલિત સામાજિક કાર્યકર ભાનુભાઇ જિલ્લા કલેક્ટર કચેરીમાં આત્મવિલોપન કરતા દલિત મામલે ગુજરાત સરકારની પ્રણાલી પર ફરી એક વાર સવાલ ઊઠ્યા છે. જાણો શું છે સમગ્ર મામલો અહીં.

પાટણમાં દલિતે કલેક્ટર કચેરી ખાતે આત્મદાહ કરતા ગુજરાતમાં દલિતો કેટલા સલામત છે તે પ્રશ્નએ ફરી વેગ પકડ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે બપોરે પાટણ જિલ્લા કચેરી ખાતે ઊંઝાના સામાજીક કાર્યકર ભાનુભાઇ વણકરે પોતાના શરીર પર કેરોસીન છાંટી આત્મવિલોપન કર્યું હતું. ભડભડ સળગતું તેમનું શરીર જોઇને સંકુલમાં દોડાદોડી થઇ ગઇ છે. પોલીસ અને માણસોએ આગ ઓલવવાના પ્રયાસો કર્યા પણ તેમ છતાં તેમનું શરીર 95 ટકા બળી ગયું હતું. ઉલ્લેખનીય છે કે દુદખા ગામે દલિત પરિવારની જમીન વિવાદ મામલે તેમણે આ આત્મવિલોપન કર્યું હતું. જો કે આ અગે તેમણે 7મી તારીખે લેખિતમાં ચિમકી પણ ઉચ્ચારી હતી. અને તે પછી આજે આ અંગે આગળ કાર્યવાહી ના તથા આગને પોતાનું શરીર સોંપી દીધું હતું.

dalit

જો કે દલિત સામાજિક કાર્યકર્તા દ્વારા આવું છેલ્લુ પગલું લેવામાં આવતા પોલીસ સમેતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સાથે જ જીજ્ઞેશ મેવાણી જેવા દલિત નેતાઓએ આ અંગે આક્રોશ અને દુખ વ્યક્ત કર્યું હતું. સાથે જ સરકારને પુછ્યું હતું કે શું ગુજરાતમાં દલિતોની વ્યથાને સાંભળવા માટે કોઇ નથી કે તેમને આવા અંતિમ પગલા લેવાની જરૂર ઊભી થાય. ઉલ્લેખનીય છે કે આ મામલા પછી ફરી એક વાર ગુજરાતમાં દલિત પ્રશ્નો પર સરકારની અક્ષમતા સામે આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X