ડાંગઃ ઈસાઈ બનેલા 144 આદિવાસીઓએ પાછો હિન્દુ ધર્મ અપનાવ્યો
ગુજરાતમાં આવેલ ડાંગ જિલ્લામાં આદીવાસી સમુદાયના 144 સભ્યોએ હિન્દુ ધર્મમાંથી ઇસાઇ ધર્મ અપનોવ્યો હતો ત્યારે તેઓ ફરી પાંચ વર્ષે હીન્દુ ધર્મમાં પાછા ફર્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જિલ્લાના શિવરીમલ આશ્રમની સાધ્વી યશોદા દીદીએ કહ્યું ક વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી કેટલાક સ્થાનિક ધાર્મિક નેતાઓએ ભોગડિયા ગામમાં કાર્યક્રમ આયોજિત કર્યો હતો.
તેમણે કહ્યું કે, "આ વારલી આદિવાસીઓને પાંચ વર્ષ પહેલા મિશનરીઓએ ઈસાઈ ધર્મ અપનાવવા માટે લાલચ આપી હતી. તેમણે હાલમાં જ અમારો સંપર્ક કર્યો, કહ્યું કે તેઓ આ ધર્મનું પાલન કરીને ખુશ નથી." તેમણે કહ્યું કે "તેઓ હિન્દુ ધર્મમાં પરત આવવા માંગતા હોય આજે અમે ઘર વાપસી કાર્યક્રમની વ્યવસ્થા કરી હતી."
જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી સમાજના લોકો સૌથી વધુ ધર્મ પરિવર્તન કરાવતા રહે છે, જેના ઘણા કારણોમાના કેટલાકની વાત કરીએ તો, તેમને મળતી અસુવિધા, વિકાસથી વંચિતપણુ, શિક્ષણથી વંચિતપણુ, બેરોજગારી, ગરીબી વગેરે જેવા કારણોસર તેઓ ધર્મ પરિવર્તન કરતા હોય છે. હજી કેટલાય એવા આદિવાસી ગામડાં છે જ્યાં વિકાસના નામે મીંડુ જ જોવા મળે છે. ત્યારે જે તે લોકોને ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા મદદના નામે લોભામણી કોશિશો કરવામાં આવે છે.
આણંદઃ બે સમુદાય વચ્ચે ઘર્ષણ થતાં એકનું મોત, 2 પોલીસકર્મી ઘાયલ