For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડાંગ : વન વિભાગ ભરતી મેળામાં મહિલા ઉમેદવારો સૌથી વધુ સફળ

|
Google Oneindia Gujarati News

women-forest-guard
ડાંગ, 13 એપ્રિલ : રાજ્યોના વન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં વનરક્ષા અને વનપાલ સહાયક ભરતી મેળાનું આયોજન 8થી 10 એપ્રિલ દરમિયાન કર્યું હતું. ડાંગ જીલ્લામાં તાપી અને ડાંગ એમ બે જીલ્લાના ઉમેદવારો માટે શારીરિક યોગ્યતા કસોટી માટે ભરતી મેળાનું આયોજન આહવા ખાતે સીલ્વા વનસંરક્ષક અને ભરતી સમિતિ ચેરમેન જી.આઈ.નાયક (IFS) ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.

સમગ્ર ભરતી મેળાની સફળ કામગીરીને બિરદાવતા ચેરમેન જી.આઈ.નાયકે જણાવ્યું હતું કે ભૌગોલિક પરિસ્થિતિને કારણે ડાંગ જીલ્લામાં ભરતીની પ્રક્રિયા ખૂબ જ કઠીન હતી. પરંતુ વન વિભાગની કર્મયોગી ટીમ દ્વારા તમામ કામગીરી ખૂબ જ ખંતપૂર્વક કરવામાં આવી છે. ભરતીમેળા દરમિયાન મહિલાઓ સૌથી વધુ સફળ રહેવા પામેલ છે.

જીલ્લાના વહીવટી તંત્ર,સાયબર ગૃપ,શિક્ષણ વિભાગ,પોલીસ વિભાગ,રેવન્યુબ,રોજગાર,ડાંગ સ્વ‍રાજ આશ્રમ અને આરોગ્ય, વિભાગની ટીમોએ ઉમેદવારોની સુવિધા માટે ખૂબ જ સહયોગ આપ્યો હતો. આ તમામ ટીમોએ ખૂબ સારી કામગીરી કરી છે. આ કામગીરી ની સફળતાનો શ્રેય તેમણે આ ટીમોને અર્પણ કર્યો હતો.

સાસણગીરના નાયબ વન સંરક્ષક અને ભરતી સમિતિના સભ્ય સચિવ ર્ડા.સંદીપ કુમાર(IFS) ડાંગ જીલ્લો નાનકડો છતા રળિયામણો હોવાનું જણાવી અહીં સેવા કરવાની અપેક્ષા રાખી હતી. જ્યારે ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક અને ભરતી સમિતિના સભ્ય ર્ડા.બી.સુચિનભા(IFS) એ જણાવ્યું હતું કે ત્રણ દિવસના ભરતી મેળામાં ડાંગ તથા તાપી જીલ્લાના પુરૂષ અને મહિલા મળીને કુલ 1,938 ઉમેદવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જે પૈકી 494 ઉમેદવારો શારિરીક યોગ્યતાની કસોટીમાં ઉત્તીર્ણ થયા હતા.

નાયબ પોલીસ અધિક્ષક એન.સી.પટેલે કહ્યું હતું કે હવે પછી કોઈપણ ભરતી મેળાની તૈયારીના ભાગરૂપે પોલીસ વિભાગ તરફથી પુરૂષ અને મહિલા ખેલાડીઓ માટે વિનામૂલ્યે ભરતીની પ્રેકટીસ કરવા દેવામાં આવશે. ભરતીમાં સફળ બનવા માટે ગ્રામીણ ઉમેદવારને ડાંગ પોલીસ દ્વારા મદદ કરવામાં આવશે. અહીં વિશાળ તાલીમભવન તૈયાર કરવામાં આવ્યું છે.

English summary
Dang : Women candidates are most successful in forest recruitment fair.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X