દિલિપ છાબરિયા ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ યુનિટમાં 60 કરોડ રોકશે

આ અંગે ડીસી ડિઝાઇન્સના સ્થાપક અને નિર્દેશન દિલિપ છાબરિયાએ જણાવ્યું કે "પહેલીવાર અમે ગુજરાતમાં પોતાના ઉત્પાદનો માટે સંયુક્ત મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા અંગે વિચાર કરી રહ્યા છીએ. આ મેન્યુફેક્ચરિંગ યુનિટ આગામી થોડા સમયમાં શરૂ કરવામાં આવશે."
તેમણે જણાવ્યું કે આ મેન્યુફેક્ચરિંગ યુનિટ મોટા ભાગે અમદાવાદમાં લગાવવામાં આવશે. તે અમારી પહેલી હોમ મેડ મેન્યુફેક્ચરિંગ સ્પોર્ટ્સ કાર અવંતીની જરૂરિયાતને પૂરી કરશે. આ યુનિટ સ્થાપવા માટે પ્રારંભમાં ડીસી ડિઝાઇન્સ 50થી 60 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ યુનિટ ગ્રાહકની ઇચ્છા અનુસાર કારની ડિઝાઇન તૈયાર કરવા અંગે ધ્યાન કેન્દ્રીત કરશે. વર્તમાન સમયમાં કંપની પુના, મુંબઇ અને ગુડગાંવમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવે છે.












Click it and Unblock the Notifications
