25 દિવસથી આ લાશ અંતિમ સંસ્કારની રાહ જુએ છે જાણો કેમ

Posted By:
Subscribe to Oneindia News

દાંતા તાલુકાના ધાગડીયા ગામે ગત 22 જાન્યુઆરી ના રોજ 5 મિત્રો કોઈ એક જગ્યાએ જવા નીકળ્યા હતા પણ પરત ખાલી ચારજ મિત્રો આવ્યા હતા. અને એક મિત્ર લાપતા બન્યો. જો કે ત્રણ દિવસ બાદ એક કુવા તેની લાશ મળી. જેને લઇ સમગ્ર ધાગડીયા ગામ માં ચકચાર મચી ઘરે તેની પત્ની ને બે નાના બાળકો પોતાના પિતાની રાહ જોતા રોકકળ મચાવતા હતા. જ્યાં પોલીસે મારનારને અજાણ્યા પુરુષ ની લાશ ગણી પોસ્માર્ટમ માટે ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી.

dead body

જે બાદ લાશ ને છેલ્લા 25 દિવસ થી મૃતક ના સાથે ગયેલા ચાર મિત્ર માના એક મિત્ર ના ઘરે મુકી દેવામાં આવી છે. ને જ્યાં સુધી ગુનેગારોની ધરપકડ ન થાય ત્યાં સુધી લાશનું અંતિમ સંસ્કાર નહિ કરવામાં આવે. તેમ મૃતકના પિતા લખાભાઈ મકવાણા તથા મૃતક ની પત્ની તારાબેન મકવાણા જણાવ્યું હતું.

જોકે આ સમગ્ર બનાવને ગ્રામજનો પણ પૂર્વ આયોજિત કાવતરું ગણાવી રહ્યા છે. અને મારનાર પાસે રૂપિયા 2000 પડાવી લેવાની લ્હાયમાં ચાર મિત્રો એ જ મૃતક સુરજ મકવાણા ને મોત ને ઘાટ ઉતર્યા હોવાનું છડે ચોક ચર્ચાઈ રહ્યું છે. ઘરનો એક માત્ર મોભી ગુમાવી બેસતા હાલમાં તેના બે બાળકો અને તેની પત્ની તથા ઘરડા પિતા નિરાધાર બન્યા છે. જો કે આ મામલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એસ.રબારી જણાવ્યું કે એફ.એસ.એલ માંથી જો આ મારનાર ની હત્યા કરી હોવાનું બહાર આવશે તો સુરેશની સાથે ગયેલા ચારે મિત્રો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.

English summary
Dead body is waiting for last 25 days to cremated because of this reason. Read more on it.
Please Wait while comments are loading...