રાજ્યના NFSA ધારકોને પણ PMJAY હેઠળ કાર્ડ આપવાનો નિર્ણય

PMJAY: છેવાડાના માનવીને ઝડપી અને વિનામૂલ્યે સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી તત્કાલીક મુખ્યમંત્રી અને વડાપ્રધાન મોદીએ દેશમાં સૌપ્રથમ વર્ષ 2013માં ગુજરાતમાં મા કાર્ડ યોજનાનો અમલ શરૂ કર્યો હતો. આ યોજના અત્યારે દેશ માટે રોલ મોડલ બની છે, જેને સમગ્ર દેશ અપનાવી રહ્યું છે.

ગુજરાતમાં તારીખ 31 ડિસેમ્બર, 2023ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં આણંદ જિલ્લામાં 6.58 લાખ, અરવલ્લી જિલ્લામાં 2.12 લાખ તેમજ સાબરકાંઠામાં 2.72 લાખ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJAY કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે, તેમ આજે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો ઉત્તર આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

PMJAY

ઋષિકેશ પટેલે પેટા પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે, PMJAY યોજના હેઠળ આણંદમાં છેલ્લા એક વર્ષમાં રૂપિયા 68.25 કરોડના ખર્ચે 37840 લાભાર્થીઓના દાવા મંજૂર કરવામાં આવ્યા છે. આ જ રીતે અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 13270 લાભાર્થીઓને રૂપિયા 30.02 કરોડ, જ્યારે સાબરકાંઠા જિલ્લામાં 53190 લાભાર્થીઓને રૂપિયા 116.18 કરોડ ચૂકવવામાં આવ્યા છે.

આણંદ જિલ્લામાં કુલ 45 માંથી 27 સરકારી 18 ખાનગી હોસ્પિટલ, અરવલ્લીમાં 59 માંથી 44 સરકારી અને 15 ખાનગી જ્યારે સાબરકાંઠામાં 91 માંથી 62 સરકારી અને 29 ખાનગી હોસ્પિટલમાં PMJAY હેઠળ રૂપિયા 10 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે.

ઋષિકેશ મંત્રી પટેલે ઉમેર્યું હતું કે, આ યોજના હેઠળ તમામને સમાવી લેવાના લક્ષ્યાંક સાથે આગામી સમયમાં રાજ્યના NFSA કાર્ડ ધારકોને પણ PMJAY કાર્ડ આપવાનો મહત્વનો નિર્ણય પણ સરકારે કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X