For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં મેઘ તાંડવ, અમદાવાદ ફેરવાયું બેટમાં

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 24 જૂન: છેલ્લા કેટલાય દિવસોથી અમદાવાદીઓને હાથતાળી આપતો મેહુલીયો આજે અમદાવાદ પર એવો તે વરસ્યો કે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું. વીજળીના કડાકા સાથે બફોરે 2 વાગ્યાથી જ વરસાદે અમદાવાદ જિલ્લાના બધા જ વિસ્તારોમાં વરસાદી હેલી કરી હતી. બેથી ત્રણ દિવસ સુધી જોરદાર વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

રિમઝિમ શરૂ થયેલા વરસાદે સાંજ સુધી રૂદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, ત્યાં સુધી તો અમદાવાદના નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જેમાં હાટકેશ્વર, ખોખરા, ગિરધરનગર, નરોડા, ઘોડાસર, ઇસનપુર, જશોદાનગર, સિવિલ, અસારવા વગેરે સ્થળોએ પાણી ભરાઇ ગયા હતા. કેટલાંક સ્થળોએ ભૂવા પડવાની ઘટના પણ સર્જાઇ છે.

ભૂવો પડી જવાના કારણે મીઠાખળી અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત મણિનગર અંડરપાસ, અને કૂબેરનગર અંડરપાસ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. શાહિબાગ અંડપાસ પણ બંધ કરી દેવામાં આવે તેવી સ્થિતિમાં છે. મણિનગરના દામાણી અંડરપાસમાં પાણી ભરાઈ જવાથી અંડરપાસમાં પ્રવેશ બંધ કરવા AMCએ વ્યવસ્થા તંત્ર ગોઠવ્યું છે. પાણી ઉલેચવા માટે પંપની વ્યવસ્થા કરી.

સૌરાષ્ટ્રમાં જુનાગઢ, જામનગર, રાજકોટ, ભાવનગર વગેરે જિલ્લાઓના શહેરોમાં ભારે વરસાદને પગલે સ્થિતિ વણસી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત અને તાપી જિલ્લામાં ભારે વાવાઝોડા સાથે વરસાદ વરસવાથી ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે અને વૃક્ષો તૂટી પડવાથી વાહન વ્યવહાર પણ ખોરવાયો છે.

આવો જોઇએ અત્યાર સુધી ક્યાં કેટલો વરસાદ પડ્યો છે અને શું સ્થિતિ છે...

અમદાવાદ

અમદાવાદ

અમદાવાદમાં સરેરાશ પાંચ ઈંચ વરસાદ ખાબક્યો. બપોરના બેથી ચારમાં 89.45 મીમી વરસાદ. સૌથી વધુ નરોડામાં પોણાચાર ઈંચ વરસાદ સૌથી ઓછો વેજલપુરમાં 9 મીમી વરસાદ પડ્યો. અંડરપાસ બંધ કરાયા. મણિનગરના દામાણી અંડરપાસમાં પાણી ભરાયું. અંડરપાસમાં ન જાય તે માટે AMCએ વ્યવસ્થા તંત્ર ગોઠવ્યું.

રાજકોટ જિલ્લાના વરસાદના આંકડા

રાજકોટ જિલ્લાના વરસાદના આંકડા

રાજકોટ શહેરમાં 12 ઈંચ, ધોરાજીમાં સાડાપાંચ ઇંચ. ગોંડલમાં 13 ઇંચ, જામકંડોરણામાં સાડાચાર ઇંચ વરસાદ ખાબક્યો.

તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ

તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ

સવારે છથી બપોર બે સુધીમાં વાલોડમાં 16 મીમી, વ્યારામાં 21 મીમી, સોનગઢમાં 21 મીમી વરસાદ નોંધાયો.

ઐતિહાસિક પુલો તૂટ્યા

ઐતિહાસિક પુલો તૂટ્યા

ગોંડલના સુલતાનપુર-રાણસીકી ગામના બંને પુલો તૂટી પડ્યા. ગોંડલમાં રાજવી સમયના બંને પુલો તૂટી પડ્યા. બંને ગામોનો 25 મીટર લાંબો પુલ તૂટ્યો.

રાજકોટ

રાજકોટ

ભાદર ડેમના ઓવરફ્લોથી જેતપુરમાં પાણી ફરી વળ્યાં. નારણપાટ, ગોન્દ્રોનાં મકાનોમાં પાણી. સામાકાંઠા વિસ્તારનાં મકાનોમાં પણ પાણી ઘૂસ્યાં.

સુરત

સુરત

સુરતમાં વાવાઝોડાનો કહેર, વૃક્ષો ધરાસાઈ, હજી આવનારા 24 કલાકમાં વાવાઝોડાની આગાહી. હવામાન વિભાગે કરી આગાહી. ગુજરાત સરકારે તમામ અધિકારીઓની રજા રદ કરી.

ભાવનગરમાં ધોધમાર વરસાદ

ભાવનગરમાં ધોધમાર વરસાદ

ભાવનગરના શેત્રુંજી ડેમની સપાટી 17 ફૂટ ઉપર પહોંચી. શેત્રુંજી ડેમમાં વધુ નવા પાણીની આવક શરૂ.

English summary
Deep depression off Gujarat to push heavy rain into Saurashtra, Daxin Gujarat and Madhya Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X