પ્રેમમાં ત્રણ જિંદગી બરબાદ થઇ, માં-પુત્ર અને માંનો પ્રેમી

Subscribe to Oneindia News

ડીસા શહેરમાં શુક્રવારે હવાઈ પીલ્લર પાસે એક યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી. જો કે ગણતરીના કલાકોમાં જ પોલીસે આ કેસ સાથે જોડાયેલા મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી. પણ આ ગુનામાં ત્રણ જિંદગીઓ બરબાદ થઇ ગઇ. આ જે યુવકની મોત થઇ હતી તે યુવકનું નામ છે જશવંત. તેને તેની પ્રેમી અને તેના સગીર પુત્રએ કમકમાટી મચાવે તે રીતે મારી નાખ્યો. આ ચકચાર મચાલે તેવી ઘટનાની વિગત એવી છે કે ચંડીસરનો વતની જશવંત ચમનજી ઠાકોરને ગંગાબેન પટેલ નામની યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો.

murder

ગંગાબેનના અગાઉ લગ્ન પીતામ્બર પટેલ સાથે થયા હતા અને તે ચાર સંતોનોની માતા પણ છે. પણ તે છતાં બન્ને સાથે હવાઇ પીલ્લર નજીકના ઝૂંપડામાં રહેવા લાગ્યા. પણ અત્યાર સુધી રોમાન્ટિક લાગતી આ સ્ટોરીમાં એક ટ્વિસ્ટ આવ્યો. એક દિવસ અચાનક જ જશવંતની મોત થઇ ગઇ. અને પોલીસે જ્યારે તપાસ શરૂ કરી તો બહાર આવ્યું આ સત્ય.આ હત્યા જશંવતની પ્રેમિકા ગંગાબેને જ કરાવી હતી.

Read also : Crime: 100 રૂપિયા માટે જીવ ગુમાવ્યો, ખરાબ આદતોએ જીવ લીધો

જેમાં ગંગા બહેનના સગીર પુત્ર અને અન્ય ત્રણેય લોકોનો સાથ હતો. જશંવત ગંગા બહેન ખૂબ જ મારતો હતો. અને આજ કારણે તેમને તેમના સગીર પુત્ર અને અન્ય ત્રણ સાથે મળી તેના પર વારંવાર રીક્ષા ચલાવી તેને ક્રૂર રીતે રીબાવીને મારી નાંખ્યો. હાલ પોલીસે ચાર આરોપીની અટક કરી છે. ગંગા બહેને પોતાનો ગુનો પોલીસ સમક્ષ સ્વીકારી લીધો છે. પણ આ પ્રકરણમાં જશવંત સમેત ગંગાબેન અને તેમના સગીર પુત્રનું હવે જેલ પાછળ ધકેલાતા બરબાદ થઇ ગયું છે.

English summary
Deesa: A love story killed one but destroy three people lives.
Please Wait while comments are loading...