ડીસા રૂરલ વિસ્તારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
દારૂબંધીની આ વાતો વચ્ચે બનાસાકાંઠાના ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલસીબી પોલીસે દારૂનો જથ્થો ઝડપ્યો છે.
એક તરફ રાજ્યમાં દારૂબંધી છે તો બીજી તરફ જમીની હકીકત કઈંક જુદી છે. રાજ્યનો કોઈ ખુણો કદાચ એવો ન હોય જ્યા દારૂ ન પહોંચતો હોય. દારૂબંધીની આ વાતો વચ્ચે બનાસાકાંઠાના ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલસીબી પોલીસે દારૂનો જથ્થો ઝડપ્યો છે.

ઉલ્લેખનિય છે કે બનાસકાંઠા સહિતના સરહદી વિસ્તારોમાંથી દારૂ રાજ્યના અન્ય વિસ્તારોમાં ઘુસાડાય છે. આ પહેલો કિસ્સો નથી કે એ વિસ્તારમાંથી દારૂ ઝડપાયો હોય. હાલ પોલીસે કાર ચાલકને ઝડપી પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
રાજ્યમા દિવસે દિવસે દારૂ પકડાવાના કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે રાજ્ય સરકાર આ બાબતે સખત કાર્યવાહી હાથ ધરે છે. હાલ તો મોટી મોટી વાતો વચ્ચે રાજ્યમાં સતત દારૂ પકડાઈ રહ્યો છે.












Click it and Unblock the Notifications
