Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ડિફેન્સ એક્સ્પો-2022 અન્વયે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે એર શૉ – લાઇવ ડેમો યોજાયોઃ

ગુજરાતમાં શરૂ થયેલ ડિફેન્સ એક્સપો-2022 અંતર્ગત અમદાવાદ સાબરમતિ રિવરફ્રન્ટ એર શૉ – લાઇવ ડેમો યોજાયો હતો. આ એર શો માં જલ સેના, થલ સેના, વાયુ સેના અને DRDO ના વિવિધ દિલધડક સંરક્ષણ કરતબો તેમજ આધુનિક ઉપકરણો પ્રદર્શિત કરવામાં

ગુજરાતમાં શરૂ થયેલ ડિફેન્સ એક્સપો-2022 અંતર્ગત અમદાવાદ સાબરમતિ રિવરફ્રન્ટ એર શૉ - લાઇવ ડેમો યોજાયો હતો. આ એર શો માં જલ સેના, થલ સેના, વાયુ સેના અને DRDO ના વિવિધ દિલધડક સંરક્ષણ કરતબો તેમજ આધુનિક ઉપકરણો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ડિફેન્સ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતની ઓળખ આપતાં અનેકવિધ અત્યાધુનિક સંરક્ષણ ઉપકરણો આ પ્રસંગે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ભારતને ડિફેન્સ મેન્યુફેકચરિંગ હબ તરીકે પ્રસ્થાપિત કરતા આ ઉપકરણો અને અત્યાધુનિક સંરક્ષણ યુક્તિ પ્રયુક્તિઓ જોઇને ઉપસ્થિત સૌ પ્રેક્ષકો અને આમંત્રિતો મંત્રમુગ્ધ થયા હતા. અહીં સમર્થ ભારત, સશક્ત ભારતના દર્શન થતા હતા.

RAJATHSINH

આ એર શો પ્રસંગે કૉમબેટ ફ્રી ફોલ, DRDO ના સ્વયં સંચાલિત કોસ્ટલ સર્વેલન્સ વ્હિકલ, સ્લિધરિંગ એકસરસાઈઝ, દુશ્મનની ચોકીઓનો નાશ, સારંગ હેલિકોપ્ટર , પાવર્ડ હેન્ડ ગ્લાઈડર, બેટરી પાવર્ડ સેલ્ફ પ્રોપેલ્ડ લાઇફ બોય, ડૂબતા લોકોને બચાવવાની રીત - કોસ્ટ ગાર્ડ, નેવી ક્લિયરન્સ ડાઇવર્સ , ડાઇવર પ્રોપેલઝન વ્હિકલ વગેરે જેવા અનેકવિધ ઓપરેશન અને ઉપકરણોના દિલધડક કરતબો આર્મી, નેવી અને એરફોર્સની વિવિધ ટીમો દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.

એર શોને નિહાળવા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, માર્ગ - મકાન અને સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, વિવિધ દેશો અને રાજ્યોના ડેલીગેટ્સ તેમજ સંરક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉધોગપતિઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X