For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

"ઇન્ડિયા - યુકે ટુગેધર- હાયર એજ્યુકેશન કોલોબ્રેશન" અંતર્ગત બ્રિટિશ કમિશન ગુજરાતમાં

ગુજરાતની મુલાકાતે આવેલ બ્રિટિશ ડેપ્યુટી કમિશનનું પ્રતિનિધ મંડળ ગુજરાતની મુલાકાતે આવ્યું હતુ. ઇન્ડિયા - યુકે ટુગેધર- હાયર એજ્યુકેશન કોલોબ્રેશન" કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ રાજ્યમંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં વિદ્ય

|
Google Oneindia Gujarati News

ગુજરાતની મુલાકાતે આવેલ બ્રિટિશ ડેપ્યુટી કમિશનનું પ્રતિનિધ મંડળ ગુજરાતની મુલાકાતે આવ્યું હતુ. ઇન્ડિયા - યુકે ટુગેધર- હાયર એજ્યુકેશન કોલોબ્રેશન" કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ રાજ્યમંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં વિદ્યા સમિક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે બ્રિટિશ ડેપ્યુટી કમિશનના પ્રતિનિધિમંડળ સાથે રાઉન્ડ ટેબલ મંત્રણા કરી હતી. ત્યાર બાદ બ્રિટિશ ડેપ્યુટી કમિશન દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સાથે પણ બેઠક કરી હતી.

JITU VAGAHANI

ગુજરાતના સ્પેશ્યલાઇઝ્ડ યુનિવર્સિટી કોન્સેપ્ટથી UKનુ પ્રતિનિધીમંડળ પ્રભાવિત થયું હતુ. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિઝન હેઠળ શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે મેળવેલી સિધ્ધિઓથી અને "નોલેજ કોરીડોર" તરીકે ગુજરાતે પોતાની ઉભી કરેલી આગવી ઓળખથી પ્રતિનિધિમંડળ પ્રભાવિત
ભારત અને યુનાઈટેડ કિંગ્ડમ(યુ.કે.)ના ઉચ્ચ શિક્ષણ નીતિના ફેરફારોને આંતરરાષ્ટ્રીય નીતિને કેન્દ્રમાં રાખીને તેને સમજવા તથા ભારતીય શિક્ષણ ક્ષેત્ર સાથે યુકેની આંતરરાષ્ટ્રીય શિક્ષણ વ્યૂહરચના શેર કરવા સહિતના વિવિધ ઉદ્દેશ્યો સાથે આજે યોજાયેલા "ઇન્ડિયા - યુકે ટુગેધર- હાયર એજ્યુકેશન કોલોબ્રેશન" કાર્યક્રમ અંતર્ગત બ્રિટિશ ડેપ્યુટી કમિશનનું પ્રતિનિધિમંડળ ગુજરાતની મુલાકાતે આવ્યુ છે.

આ પ્રતિનિધીમંડળ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર્સ એજ્યુકેશન, ચિલ્ડ્રન યુનિવર્સિટી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી, ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટી, બાયોટેક્નોલોજીકલ યુનિવર્સિટી, સ્પોર્ટસ યુનિવર્સિટી સહિતની સ્પેશ્યલાઇઝ્ડ યુનિવર્સિટીની વિગતો મેળવી તેની મુલાકાત લેવા તત્પરતા દર્શાવી હતી. આ ઉપરાંત ગુજરાતમાં કાર્યરત નવી આઇ.ટી પોલિસી (૨૦૨૨-૨૭), નવી બાયોટેક્નોલોજી પોલિસી (૨૦૨૨-૨૭), નવી SSIP 2.0 પોલિસી (૨૦૨૨-૨૭) તથા રાષ્ટ્રીય શિક્ષા નીતિના ઉચ્ચ શિક્ષણ અને પ્રાથમિક શિક્ષણના રોડમેપની પુસ્તીકા પ્રદાન કરી વાઘાણીએ ડેલીગેશનને ગુજરાતમાં રોકાણ માટે આહવાન કર્યુ હતુ.

આ રાઉન્ડ ટેબલ મંત્રણા બેઠકમાં ઉચ્ચ શિક્ષણ સહયોગ માટે ભારતીય પ્રાથમિકતાઓ અને વ્યૂહરચનાઓની સમજ મેળવવામાં આવશે. તેમજ ભારતીય ઉચ્ચ અભ્યાસ ક્ષેત્ર અને કેન્દ્ર-રાજ્ય સરકારો સાથે આ બાબતે વાર્તાલાપ કરવામાં આવશે. આ માટે ભાગ લેતી દરેક રાજ્યની ઉચ્ચ શિક્ષણ પરિષદોના પ્રતિનિધિઓ સાથે લાઇન અપ કરવામાં આવ્યુ હતુ.

English summary
Delegation of British Deputy Commission visits Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X