IPS કુલદીપ શર્માની બઢતીનો માર્ગ સાફ

kuldeep-sharma
અમદાવાદ, 9 નવેમ્બર : ગુજરાતમાં નરેન્દ્ર મોદીની આંખમાં કણાની જેમ ખૂંચતા આઇપીએસ ઓફિસરને દિવાળીની ભેટ આપતા દિલ્હી હાઇ કોર્ટે ગુજરાત સરકારે કુલદીપ શર્માને ડાયરેક્ટર જનરલના હોદ્દા માટેની બઢતીનો વિરોધ કરતી અરજીને ફગાવી દીધી છે. આ કારણે કુલદીપ શર્માની બઢતીનો માર્ગ મોકળો બન્યો છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 આવી રહી છે ત્યારે ચૂંટણીમાં ભારતીય ચૂંટણી પંચ ઇચ્છે તો કુલદીપ શર્માની નિયુક્તિ ગુજરાત પોલીસના ડાયરેક્ટર જનરલ તરીકે કરી શકે એમ છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર પણ કુલદીપ શર્માને સીબીઆઇ ડાયરેક્ટર અથવા આઇબીના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરી શકે છે.

મહત્વની બાબત એ છે કે કુલદીપ શર્મા ગુજરાતની ચૂંટણીઓના પરિણામો જાહેર થાય તેના બીજા દિવસે એટલે કે 21 ડિસેમ્બરે નિવૃત્ત થાય છે. હાલ, કુલદીપ શર્મા દિલ્હીમાં બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (બીપીઆરડી)માં ડેપ્યુટેશન પર કાર્યરત છે. શર્માને માર્ચ 2010થી બાકી રહેલું ડીજીપી તરીકેનું પ્રમોશન મળી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X