137 યાત્રીઓને લઈ જઈ રહેલ વિમાનનું જામનગર એરફોર્સના અડ્ડા પર ઈમરજન્સી લેન્ડિંગ
137 યાત્રીઓને લઈ જઈ રહેલ વિમાનનું જામનગર એરફોર્સના અડ્ડા પર ઈમરજન્સી લેન્ડિંગ
જામનગરઃ દિલ્હીથી મસ્કટ જઈ રહેલ એર ઈન્ડિયાના વિમાનનું ગત રાત્રે જામનગરના એરફોર્સના ઠેકાણે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. વિમાનમાં 137 પેસેન્જર્સ સવાર હતા, જેમાંથી એક યુવકને હાર્ટ અટેક આવી ગયો હતો. હવામાં અચાનક આવી સ્થિતિ પેદા થતાં વિમાનના ક્રૂ મેમ્બર્સે ફ્લાઈટને નીચે ઉતારવાનું વિચાર્યું. વિમાન જ્યારે ગુજરાતની સીમામાં ઉડી રહ્યું હતું અને ભારતીય એરફોર્સનું સ્ટેશન નજીક હતું, તેવામાં વિમાનના ક્રૂ મેમ્બર્સે વાયુસેના પાસે લેન્ડિંગની મંજૂરી માંગી. વિમાનને ઉતાર્યા બાદ પીડિત યુવકને તાત્કાળિક જામનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.

આવું પહેલીવાર બન્યું જ્યારે દેશની બહાર જઈ રહેલી કોઈ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું જામનગરના એરફોર્સ પર લેન્ડિંગ કરાવવામાં આવ્યું હોય. એરપોર્ટ ઓથોરિટીના અનુપમ ગુપ્તા અને પિયૂષ ધોળકિયાએ જણાવ્યું કે એર ઈન્ડિયાની એરબસ 321 પોતાના નિર્ધારિત સમય પર દિલ્હીથી ઉડી રહી હતી. 182 યાત્રીઓની ક્ષમતાવાળા આ વિમાનમાં 137 પેસેન્જર વાર હતાં. રાત્રે 10.20 વાગ્યે ફ્લાઈટમાં સવાર ગોરખનાથ નાયક નામના 33 વર્ષીય યુવકને અચાનક હાર્ટ અટેક આવ્યો અને તેને મેડિકલ ટ્રીટમેન્ટ આપવી જરૂરી બની ગઈ.
જે બાદ ક્રૂ-મેમ્બર્સે ઈન્ડિયન એરફોર્સના વિમાનને નીચે ઉતારવાની મંજૂરી માંગી. એરફોર્સે તત્કાળ એરપોર્ટ પર એમ્બ્યુલન્સનો ઈંતજામ કરી દીધો. જેને પગલે ફ્લાઈટ લેન્ડ થતાં જ ગોરખનાથને શહેરની જીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યાં અધિકારીઓએ જણાવ્યું કે જામનગર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું ટેકઑફ અને લેન્ડિંગ કરાવવાની પર્યાપ્ત સુવિધાઓ હોવા છતાં અહીં એરફોર્સ સિવાય ક્યારેય અન્ય એકેય આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ નહોતી ઉતારવામાં આવી. પરંતુ રવિવારે રાત્રે આવું પહેલીવાર બન્યું.
આ પણ વાંચો- Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે












Click it and Unblock the Notifications
