હળવદના ચરાડવા ગામે શાક માર્કેટ માટે કાયમી જગ્યા ફાળવવા વેપારીઓની માંગ, મામલતદારને આવેદનપત્ર આપ્યુ
ચરાડવા ગામમાં મોટી સંખ્યામાં શાકભાજી પકવતા ખેડૂતો છે અને તેમને વેપાર કરવા માટે યોગ્ય જમીન ફાળવવામાં આવે તો ઘણા પરિવારોને રોજીરોટીનો સારો પ્રબંધ થઈ શકે તેમ છે.
હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે શાકભાજીના વેપારીઓએ શાક માર્કેટ માટે કાયમી જગ્યાની ફાળવણી કરવા માંગ કરી છે. હળવદ તાલુકાનું ચરાડવા ગામ ખેતીપ્રધાન ગામ છે અને અહીં મોટી સંખ્યામાં ખેડૂતો ખેતી સાથે જોડાયેલા છે. છેલ્લા કેટલાક સમયથી શાકભાજીનો વેપાર કરતા સ્થાનિક ખેડૂતોને જગ્યાનો મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે ત્યારે હવે કાયમી જગ્યાની માંગ કરી રહ્યા છે.

ચરાડવા ગામમાં આસપાસના 10 જેટલા ગામોના લોકો શાકભાજી લેવા માટે કાયમી આવતા હોય છે. અહીં ગામમાં મોટી સંખ્યામાં શાકભાજી પકવતા ખેડૂતો છે અને તેમને વેપાર કરવા માટે યોગ્ય જમીન ફાળવવામાં આવે તો ઘણા પરિવારોને રોજીરોટીનો સારો પ્રબંધ થઈ શકે તેમ છે. ત્યારે આ માંગને લઈને શાકભાજીનો વેપાર કરતા નાના વેપારીઓએ ગ્રામ પંચાયતના સરપંચ અને હળવદ ખાતે માલમલતદારને આવેદનપત્ર આપી જગ્યા ફાળવવા માંગ કરી હતી.
હાલ ચરાડવા ગામમાં શાકભાજીના વેપાર માટે તળાવના કાંઠે બેસીને વેપાર કરવો પડે છે. જો યોગ્ય જગ્યા મળે તો હાલાકીથી છુટકારો મળી શકે છે. ત્યારે આજે કાયમી જગ્યાની માંગ સાથે 50 જેટલા વેપારીઓએ રજુઆત કરી હતી.












Click it and Unblock the Notifications
