ગુજરાતની નવી સરકારના મંત્રીઓને વિભાગો ફળવાયા, જાણો કોને ક્યુ ખાતુ મળ્યુ?
રાજ્ય સરકારના મંત્રીઓને ખાતા ફળવાયા છે. મુખ્યમંત્રીએ પોતે પણ ઘણા ખાતા પોતાની પાસે રાખ્યા છે.
ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારે બહુમતી સાથે જીત્યા બાદ હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળે પીએમ મોદી સહિતના મોટા નેતાઓની હાજરીમાં શપથ લીધા હતા. આ શપથ બાદ હવે મંત્રીઓને ખાતા ફાળવી દેવાયા છે. 16 મંત્રીઓ અને મુખ્યમંત્રી સહિત 17 સભ્યોની કેબિનેટને ખાતાની ફારવણી કરાઈ છે.

અહીં તમને જણાવી દઈએ કે, આજે પીએમ મોદી અને અમિત શાહ સહિત તમામ બીજેપીના મોટા નેતાઓની હાજરીમાં મંત્રીમંડળ સાથે મુખ્યમંત્રીએ શપથ લીધા હતા. ગુજરાત સરકારમાં 8 કેબિનેટ, 2 રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો અને 6 રાજ્ય કક્ષાના મંત્રીઓએ શપથ લીધા છે.
કોને ક્યાં ખાતા અપાયા?
ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી - સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ-મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, સાયન્સ એન્ડ ટેકનોલોજી.
કેબિનેટ મંત્રીઓ
કનુ દેસાઈ - નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ
ઋષિકેશ પટેલ - આરોગ્ય અને પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, બંધારણીય અને સંસદીય બાબતો
રાઘવજી પટેલ - કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન , મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ
બળવંતસિંહ રાજપુત - ઉદ્યોગ, લઘુ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર
કુંવરજી બાવળિયા - જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો
મૂળુ બેરા - પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ
ડો. કુબેર ડીંડોર - આદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
ભાનુબેન બાબરીયા - સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ
રાજ્ય કક્ષાના મંત્રીઓ
હર્ષ સંઘવી - સ્વતંત્ર હવાલો : રમત-ગમત અને યુવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા
રાજ્ય કક્ષા : ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ
જગદીશ પંચાલ - સ્વંતત્ર હવાલો : સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, રાજ્ય કક્ષા લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન
પુરુષોત્તમ સોલંકી - મત્સ્યોદ્યોગ અને પશુપાલન
બચુ ખાબડ - પંચાયત અને કૃષિ
મુકેશ જે. પટેલ - વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા
પ્રફુલ્લ પાનસેરીયા - સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ
ભીખુસિંહ પરમાર - અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા
કુંવરજી હળપતિ - આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ












Click it and Unblock the Notifications
