દેવભૂમિ દ્વારકામાં 40 વર્ષ જૂનું ધાર્મિક દબાણ તોડી પડાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભીમરાણા ગામમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બનેલી એક દરગાહને તોડી પાડવામાં આવી છે.

આશરે 40 વર્ષ જૂનું આ ધાર્મિક સ્થળ દરિયાકિનારે સંવેદનશીલ વિસ્તારમાં આવેલું હતું. આ કાર્યવાહી દરમિયાન કુલ 18,200 ચોરસ ફૂટ જમીન ખાલી કરાવવામાં આવી, જેમાં 2,000 ચોરસ ફૂટ ગૌચરની જમીનનો પણ સમાવેશ થાય છે.

demolition

આ ગેરકાયદેસર દબાણ હટાવવા માટે પોલીસનો મોટો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં સ્થાનિક પોલીસ LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ), SOG (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ જોડાયા હતા.

દેવભૂમિ દ્વારકાના DySP સાગર રાઠોડે જણાવ્યું કે આ દબાણ આશરે 1,500 ચોરસ મીટર સરકારી જમીન પર ઊભું કરવામાં આવ્યું હતું.

આ દબાણ હટાવવાની ઝુંબેશ વહીવટી તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાનનો જ એક ભાગ છે. સરકારી અને ગૌચરની જમીનોને ગેરકાયદેસર દબાણોથી મુક્ત કરવા માટે આ પ્રકારની કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. અગાઉ પણ આવાં અનેક દબાણો દૂર કરવામાં આવ્યાં છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ સરકારી જમીનોનું રક્ષણ કરવાનો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X