Dwarka Rain: દેવભૂમિ દ્વારકામાં વરસાદી કહેર, સૌથી વધુ ખંભાળિયામાં 9 ઈંચ, તેલી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ
Dwarka Rain: ગુજરાતમાં ચારે તરફથી મેઘ તાંડવના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પોરબંદર, જામનગર, દ્વારકા સહિતના જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે ખંભાળિયા અને જામનગર હાઈ વે બંધ કરવામાં આવ્યો છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત હાલારમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી કહેર જોવા મળી રહ્યો છે. રેડ એલર્ટ વચ્ચે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં તોફાની વરસાદ ત્રાટકી રહ્યો છે. દ્વારકાના અનેક વિસ્તારો જળબંબાકાર છે.

જામનગર અને ખંભાળિયાને જોડતા મુખ્ય માર્ગ પર આવેલ નદીના પાણી પુલ પરથી પસાર થતા માર્ગ બંધ કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વાડા પ્રેમસૂખ ડેલું દ્વારા વિગતો જાહેર કરવામાં આવી છે. દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં ભારે વરસાદથી તેલી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.
છેલ્લા 24 કલાકમાં 10થી 12 ઇંચ વરસાદ ખાબકતા તેલી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે. ભારે વરસાદથી ખંભાળિયા શહેરની તમામ નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ખંભાળિયામાં છેલ્લા 24 કલાકમાં 9 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
દ્વારકામાં સવારે 6થી 10 વાગ્યા સુધીમાં દ્વારકા અને કલ્યાણપુરમાં 3-3 ઈંચ અને ખંભાળિયામાં 9 ઈંચ અને ભાણવડમાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે રામનાથ સોસાયટી ચાર રસ્તા, નગરગેટ, જોધપુરગેટ સહિતના માર્ગો પર નદી જેમ વરસાદી પાણી વહેતા થયા છે. ધોધમાર વરસાદને પગલે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.












Click it and Unblock the Notifications
