• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતમાં દેવેન્દ્ર ફડણવીસે આપ-કોંગ્રેસ પર કર્યા પ્રહાર, કોંગ્રેસ માટે પરીવાર જ દેશ

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિઘાનસભા 2022ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. આજે સુરતના લિબાયત વિઘાનસભા ખાતે સંજયનગર સર્કલે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે ઉમેદવાર સંગીતાબેન પાટીલને ભવ્ય મતો અપી અને અપાવવી ઐતિહાસીક જીત અપાવવા આહવાહન કર્યુ હતું. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે જય ભવાનીના નાદ અને દેવોના નામ સાથે સભાને સબોધતા જણાવ્યું કે પીએમ મોદીની સરકારમાં ભુપેન્દ્ર પટેલની સરકાર બને એટલે દેવેન્દ્રભાઇ અહી જનસભામાં આવ્યા છે.

દેશને સ્વતંત્રા મળી ત્યારે મહાત્માગાંધીએ સૌ પ્રથમ કહ્યુ કે દેશ આઝાદ થયો ત્યારે કોંગ્રેસની જરૂર નથી કોંગ્રેસને વિસર્જન કરો. ગુજરાતના લોકો હોશિયાર છે તેમને ગાંઘીજીના આ વાત 27 વર્ષ પહેલા ધ્યાને આવી અને ગુજરાતમાં કોંગ્રેસનું વિસર્જન કરતું આવ્યું છે ગુજરાતમાં કોંગ્રેસ પાછી આવે તેમ લાગતુ જ નથી. રાહુલ ગાંઘી મહારાષ્ટ્રમાં ભારત જોડો યાત્રા લઇ પહોંચ્યા તેમને સુરક્ષીત મધ્યપ્રદેશ મોકલીશ. કોંગ્રેસની ભારત જોડો યાત્રા નહી પાર્ટી જોડો યાત્રા કરે. આ યાત્રા વિરોઘી પાર્ટીને જોડી સંસદમાં 50 જેટલી બેઠકો લેવાનો પ્રયાસ કરે છે. રાહુલ ગાંઘીને ખરેખર ભારત જોડો યાત્રા કરવી હોત તો સોમનાથથી વિશ્વનાથ સુધી યાત્રી નિકાળવી જોઇતી હતી. જમ્મુ કાશ્મિરથી અને કાશ્મિર ઘાટીથી જે હિંન્દુઓને નિકાળવામાં આવ્યા છે જે હિન્દુઓના આંખના આસુઓ સુકાયા નથી તેમના માટે આસુ વહાવ્યા હોત તો ભારત જોડો યાત્રા થાત. ભારતને જોડવાનું કામ પીએમ મોદી કરી રહ્યા છે.

કોંગ્રેસે કયારેય સરદાર વલ્લભભાઇ પટેલને સન્માન આપ્યું નથી. કોંગ્રેસ માટે નહેરૂ ગાંઘી સુધી દેશ સિમિત છેં. કોંગ્રેસ માટે એક પરિવાર જ દેશ છે જયારે મોદી માટે આખો દેશ એક પરિવાર છે. આજે ગુજરાતમાં મોદીજીએ મુખ્યમંત્રી બન્યા પછી વિકાસનું મોડલ તૈયાર કર્યુ અને દેશની જનતાએ અનુભવ કર્યો કે દેશને યોગ્ય દિશા નરેન્દ્રભાઇ મોદી જ આપી શકે. કોંગ્રેસના રાજમાં નેતાઓની ગરીબી દુર થઇ જનતાની ગરીબી નહી. દેશમાં આજે વડાપ્રધાનના માર્ગદર્શનમાં શૌચાલય,પાકા મકાન,યુવાનોને કામ,24 કલાક વિજળી મળે તેવા પ્રયાસો કરી દેશને બદલવાનો પ્રયત્ન કર્યો. કોરોના જેવી મહામારીમાં મોદી સાહેબે 9 મહિનામાં રસી તૈયાર કરવી અને દેશને કોરોનાથી સુરક્ષીત કર્યો. કોરોના કાળમાં જનતાને ફ્રીમાં અનાજ આપવાની વ્યવસ્થા કરી. આ ચૂંટણી ગુજરાતની છે પણ દેશની નજર આ ચૂંટણી પર છે. આ ચૂંટણીમાં કેટલાક દિલ્હી વાળા આવ્યા છે આ એવા લોકો છે કે કોઇના ઘરે લગ્ન હોય તે નાચવા આવી જાય છે. ખોટુ બોલવાની ઓલ્મપીકમાં રમત હોત તો આપ પાર્ટી જ બધા મેડલ જીતી લેત. પંજાબની જનતા પણ આપની સરકારથી ત્રસ્ત છે. પંજાબમાં આપ પાર્ટી ખાલિસ્તાનીઓ સાથે મળેલા છે.

ફડણવીસે જણાવ્યું કે આજે વિશ્વના નેતાઓ પીએમ નરેન્દ્ર મોદી પાસે જઇ ફોટો પડાવે છે તેમની સલાહ લે છે. ગુજરાતમાં ભાજપની સરકાર તો બનવાની જ છે. દેશના ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ છે કે ઐતિહાસીક બેઠકો જીતવાની છે. આ વખતે સંગીત પાટીલને ભવ્ય વિજય અપાવવાનો છે અને અમૃત કાળમાં 75 હજાર મતોથી જીતાડવાના છે.

આ જાહેરસભામાં કેન્દ્ર સરકારના પુર્વમંત્રી અને મુંબઇના પુર્વ કમિશ્નર સત્યપાલસિંહે સંબોધન કરતા જણાવ્યું કે, સુરત અને ગુજરાતની ધરતીને નમન. ગુજરાતની ઘરતીએ દેશને ઘણા વિર સપુતો આપ્યા છે જેમા મહાત્મા ગાંઘી,સરદાર વલ્લભભાઈ પટેલ અને હવે ગુજરાતનું ગૌરવ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અંહીના છે. આવનાર સમયમાં દેશને વિશ્વગુર બનાવવુ હોય તો તે કામ માત્ર ભાજપા જ કરી શકે. કોંગ્રેસની સરકારમાં મે મહારાષ્ટ્રમાં ઘણા ઉચ્ચ પદ પર કામ કર્યુ છે. મહારાષ્ટ્રમાં પહેલા જયારે આંતકવાદી ઘટના બની ત્યારે તેઓ કોંગ્રેસના નેતા પોલીસને કહેતા કે જેટલા મુસલમાનની ધરપકડ કરી એટલા હિન્દુઓની પણ કરો. આ પ્રકારનું શાસન કોંગ્રેસ કરતું હતું. ગુજરાતની જનતાનો મુડ માત્ર ભાજપ તરફ છે. આ ચૂંટણી દેશનું ભવિષ્ય નક્કી કરશે. આજે સુરતમાં ડબલ નહી ત્રીપલ એન્જિનની સરકાર કહેવાય. ચૂંટણીમાં સંગીતા પાટીલને જંગી મતોથી જીતાડી કમલ ખીલાવવાનું છે.

સંગીતા પાટીલે જનસભાને સંબોધતા જણાવ્યું કે, ભાજપના શિર્ષ નેતૃત્વએ મને ફરી એક વાર જનતાની સેવા કરવાની તક આપી તે બદલ નેતાગણનો આભાર. જનતાના આશિર્વાદથી આવનાર સમયમાં પણ જતનાના કામ કરવાની તક અને વિકાસના કાર્યો કરવાના છે.ગત ચૂંટણીમાં 32 હજારની લીડથી જીત મેળવવી હતી આ વખતે કાર્યકર્તાઓના ઉત્સાહ જોઇને લાગે છે કે 50 હજારથી વધુની લીડથી જીતીશું. કોરોના જેવી વૈશ્વીક મહામારીમાં ભાજપના કાર્યકરો સિવાય કોઇ રાજકીય પાર્ટીના કાર્યકરો કે નેતાઓ આવ્યા ન હતા.

English summary
Devendra Fadnavis Targeted AAP-Congress in Surat, family is country for Congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X