જામનગરની આ બહેન સિયાચિન બોર્ડર પર તહેનાત જવાનોની રક્ષા માટે રાખડી મોકલશે
જામનગરની આ બહેન સિયાચિન બોર્ડર પર તહેનાત જવાનોની રક્ષા માટે રાખડી મોકલશે
જામનગરઃ દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમે આપણે ગુજરાતીઓ રક્ષાબંધનના પવિત્ર તહેવારને ઉજવીયે છીએ. વિશેષ રૂપે આ દિવસ ભાઇ-બહેનો માટે બનેલો છે. માનવામાં આવે છે કે બહેન પોતાના ભાઇના કાંડા પર રાખડી બાંધી દે તો તેના બધા જ સંકટ દૂર થઇ જતા હોય છે આ રાખડી ભાઇની રક્ષા કરે છે. ત્યારે જામનગરની આ બહેન બોર્ડર પર સૈનિકોને સંકટ સમક્ષ રક્ષણ આપવાની ભાવના સાથે સૈનિકોને રાખડી મોકલાવશે.

ઉલ્લેખનીય છે કે જામનગરના મહિલા કાન્સલર દર વર્ષે સૈનિકો માટે રાખડી મોકલતા હોય છે, ત્યારે રક્ષા બંધનના પર્વે ડિંપલ રાવલ નામના બહેને સિયાચિન પર દેશની રક્ષા કરતા જવાનો માટે 500 રાખડી તૈયાર કરી છે અને આ રાખડી તેઓ સિયાચિન સરહદે મોકલશે, દેશના વીર સપૂતોની રક્ષા કરશે.
ડિંપલબેન રાવલે કહ્યું કે આ દેશના નાગરિક અને દીકરી હોવાના નાતે મને એવો વિચાર આવ્યો કે સિયાચિન અવેરનેશ સંસ્થા દર વર્ષે સૈનિકો માટે રાખડીઓ મોકલે છે તો હું શું કામ તેમને સપોર્ટ ના કરું એટલે મારાથી જે કંઇપણ થતું બને તે કરવા માટે છેલ્લા બે વર્ષથી હું આ પ્રોજેક્ટ કરું છું. ગયા વર્ષે પણ મેં આ પ્રોજેક્ટ કરેલો જેમાં જામનગરની બહેનોએ મને બહુ સારો પ્રતિસાદ આપ્યો.












Click it and Unblock the Notifications
