દિનેશ બાંભણિયાનો આરોપ કોંગ્રેસે અમારી સાથે રમત રમી છે
દિનેશ બાંભણિયાએ પ્રેસવાર્તા કરીને હાર્દિક પટેલ, અનામત અને કોંગ્રેસના અભિગમ અંગે મોટા સવાલ કર્યા છે. રાહુલ ગાંધીની પ્રેસવાર્તા પછી અનામત અને પાટીદાર મામલે દિનેશ બાંભણિયાએ કોંગ્રેસને સવાલો પુછી હાર્દિક
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના એક દિવસ પહેલા પાસ છોડી ચૂકેલા હાર્દિક પટેલના ડાબા હાથ મનાતા દિનેશ બાંભણિયાએ પ્રેસવાર્તા કરીને હાર્દિક પટેલ, અનામત અને કોંગ્રેસના અભિગમ અંગે મોટા મોટા ખુલાસા કર્યા છે. રાહુલ ગાંધીની પ્રેસવાર્તા પછી અનામત અને પાટીદાર મામલે દિનેશ બાંભણિયાએ કોંગ્રેસને સવાલો પુછ્યા છે. દિનેશ કોંગ્રેસથી જવાબ આપ્યો છે કે કેમ તમારા મેનિફેસ્ટોમાં અનામત અંગે કોઇ સ્પષ્ટતા નથી. તમે અમને કયા મુદ્દે અનામત આપવા માંગો છો તે વાતની સ્પષ્ટતા આજે પણ તમે કાયદાકીય રીતે સ્પષ્ટ નથી કરી.

વધુમાં દિનેશ કહ્યું કે પાસ દ્વારા વારંવાર સીધી અને આડકતરી રીતે આંદોલનમાં શહીદ થયેલા પરિવારોને મળવાની વાત કોંગ્રેસી નેતાઓને કરવામાં આવી હતી. પણ કેમ આજ દિવસ સુધી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કે પ્રદેશ પ્રમુખ ભરત સિંહ સોલંકી કદી કેમ કોઇ શહીદ પરિવારને મળવા નથી આવ્યું છે? રાહુલ ગાંધી ગુજરાત આવ્યા ત્યારે અમે તેમને વારંવાર શહિદ પરિવારોને આર્થિક સહાય કરવાની માંગ કરી હતી. પણ કોંગ્રેસે શહીદના પરિવારો માટે કંશું નથી કર્યું ખાલી પાટીદારો સાથે કોંગ્રેસ પક્ષે રમત રમી છે.












Click it and Unblock the Notifications
