દિપેશ અભિષેક મોત કેસની તપાસ CBIને સોંપવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

dipesh-abhishek
નવી દિલ્હી, 9 નવેમ્બર : આસારામ બાપુને એક મોટી રાહત મળી છે. વર્ષ 2008માં અમદાવાદ સ્થિત આસારામ બાપુના આશ્રમમાં રહેલા બાળકો દિપેશ અને અભિષેકની મોતના કેસમાં સુપ્રીમ કોર્ટે તપાસ સીબીઆઇને સોંપવાની અરજી ફગાવી દીધી છે. આ કારણે આસારામ બાપુને દિવાળીની ભેટ તરીકે મોટી રાહત મળી છે.

અગાઉ ગુજરાત સીઆઇડીએ 30 ઑગસ્ટના રોજ બંને બાળકોના મોતમાં શંકાસ્પદ ભૂમિકા બદલ આસારામ આશ્રમના 7 વહીવટદારો સામે આરોપનામુ દાખલ કર્યું હતું.

અમદાવાદમાં આવેલા આસારામ બાપુના મોટેરા સ્થિત આશ્રમની રેસિડેન્શિયલ સ્કૂલમાંથી એપ્રિલ, 2008માં 11 વર્ષીય અભિષેક વાઘેલા અને તેના પિતરાઇ દિપેશ વાઘેલા ગુમ થયા હતા. ત્યાર બાદ તેમની લાશ આશ્રમની પાઠળ આવેલા સાબરમતી નદીના પટમાંથી મળી આવી હતી.

આશ્રમના જે સાત સાધુઓ સામે આરોપનામુ દાખલ કરવામાં આવ્યું હતું તેમાં ઉદય સાંઘાણી, પંકજ સક્સેના, યોગેશ ભાટી, અજય શાહ, કૌશિક વાણી, વિકાસ ખેમકા અને મિનકેતન પત્રનો સમાવેશ થાય છે. તેમની ભૂમિકાની ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી હતી. લોક માંગણીને પગલે વર્ષ 2008માં આ કેસની તપાસ સીઆઇડીને સોંપવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X