Diwali vacation 2025 : ગુજરાત શિક્ષણ વિભાગે દિવાળી વેકેશનની તારીખો જાહેર કરી, જાણો કેટલા દિવસનું વેકેશન હશે?
Diwali vacation 2025 : ગુજરાત શિક્ષણ વિભાગે રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે દિવાળી વેકેશન ૨૦૨૫ની સત્તાવાર તારીખોની જાહેરાત કરી દીધી છે.
લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે વેકેશનની તારીખો જાહેર થતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ખુશીનો માહોલ છવાયો છે. જો કે, આ વખતે માધ્યમિક શાળાઓમાં વેકેશનની શરૂઆત પ્રાથમિક શાળાઓ કરતાં એક દિવસ વહેલી થશે.

શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સમયપત્રક મુજબ, માધ્યમિક શાળાઓ (ધોરણ ૯ થી ૧૨)માં દિવાળી વેકેશનની શરૂઆત ૧૬ ઓક્ટોબર ૨૦૨૫થી થશે અને ૫ નવેમ્બર ૨૦૨૫ ના રોજ પુર્ણ થશે.
માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને આશરે ત્રણ અઠવાડિયાનું વેકેશન મળશે. વેકેશન પૂર્ણ થયા બાદ ૬ નવેમ્બર ૨૦૨૫ના રોજ નિયમિત શિક્ષણ કાર્ય ફરી શરૂ થશે.
પ્રાથમિક શાળાઓ (ધોરણ ૧ થી ૮) માટે વેકેશનની શરૂઆત માધ્યમિક શાળાઓના એક દિવસ બાદ થશે. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે વેકેશન ૧૭ ઓક્ટોબર, ૨૦૨૫થી શરૂ થશે. વેકેશનની સમાપ્તિની તારીખ પણ માધ્યમિક શાળાઓની જેમ જ રહેશે, જેથી બીજા સત્રનો પ્રારંભ એકસાથે થઈ શકે.
આ જાહેરાતથી સ્પષ્ટ થાય છે કે શિક્ષણ વિભાગે શૈક્ષણિક કેલેન્ડરને અનુરૂપ વિદ્યાર્થીઓને પૂરતો આરામ અને પરિવાર સાથે સમય વિતાવવાનો અવકાશ આપ્યો છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ હવે આ તારીખો મુજબ દિવાળીના તહેવારોની ઉજવણીનું આયોજન કરી શકશે.












Click it and Unblock the Notifications
