સરકારની 20 વર્ષની મહેનતને કારણે ગુજરાતના યુવાનોનું ભવિષ્ય વિસ્તાર પામ્યુઃ નરેન્દ્ર મોદી

સરકારની 20 વર્ષની મહેનતને કારણે ગુજરાતના યુવાનોનું ભવિષ્ય વિસ્તાર પામ્યુઃ નરેન્દ્ર મોદી

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, દેશને વોકલ ફોર લોકલની અને આત્મનિર્ભર ની દીશા આપનાર દેશના યશસ્વી વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે આજરોજ સૌરાષ્ટ્રના જામકંડોરણામાં વિરાટ જાહેરસભાના સંબોધી. આ કાર્યક્રમમાં રાજયના મ્રુદુ અને મકક્મ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને નવસારીના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબે ગુજરાતની જનતા જનાર્દન વતી વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબને ચાંદીનો રથ ભેટમાં આપી ઉષ્મા ભર્યુ સ્વાગત કર્યુ.

narendra modi

આ કાર્યક્રમમાં દેશના પ્રઘાનસેવક નરેન્દ્રભાઇ મોદી સાહેબે સંબોધન કરતા જણાવ્યું કે, આજે છાપમાં વાંચ્યું કે હું પહેલો વડાપ્રઘાન છું કે જે જામકંડોરણા આવ્યો છું. મારે છાશ વારે એવા કામ કરવાના આવે છે જે પહેલી વાર કરવાના હોય, પહેલા કોઇએ કર્યા નથી. આજે દેશના બે મહાન પુરુષોની જંયતી છે અને જેમણે ખાલી દેશની રાજનીતી બદલી એમ નહી દેશની યુવા પેઢીમાં વિશ્વાસનો સંચાર કર્યો એવા જયપ્રકાશ નારાયણ અને નાનાજી દેશમુખ . આ બંને મહાપુરુષોને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ બંને મહાપુરુષોના જીવન યુવા પેઢીને ઘણી પ્રેરણા આપે છે.

મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, સરકારના વડા તરીકે ગુજરાત અને દિલ્હીમાં કામ કર્યુ તેના 21 વર્ષ પુરા થયા તેની શરૂઆત રાજકોટની ઘરતીથી થઇ હતી રાજકોટે આશિર્વાદ આપ્યા હતા. આ ભૂમિ આપણા જલારામ બાપુ, ખોડિયાર માતાજીની છે. મહિનાઓ વિતી ગયા વર્ષો વિતી ગયા પરંતુ ગુજરાતમાં વિકાસના કાર્યોનું આયોજન સતત નવી ઉંચાઇ પ્રાપ્ત કરી રહ્યુ છે તેની પાછળ માત્ર સરકાર નહી જનતાની મહેનતને કારણે શક્ય બન્યું છે. ભાજપ પર અતૂટ વિશ્વાસ રાખ્યો છે તેના માટે કચ્છ,કાઢીયાવાડ અને રાજકોટની ઘરતીને નમન કરુ છું. ગુજરાતની આશા,અપેક્ષાને ભાજપની સરકારે હમેંશા આદેશ માન્યો છે અને આદેશ માટે જાત ખપાવી દેવાનો અમારો પ્રયત્ન છે. આજે ગુજરાતની ઓળખ દેશ અને દુનિયામાં પ્રસ્થાપિત કરી છે.

મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, પહેલા રોજગાર માટે વલખા મારતુ હતું ગુજરાત, આજની સરકારે પરિસ્થિતિ બદલી અભાવનો પ્રભાવ ન પડે તે માટે પ્રયાસ કર્યો. ખેડૂત ભાઇઓ વરસાદ મોડો આવે કે ઓછો પડે તો તેમની આખી મહેનત પાણીમાં જતી. વાર તહેવારે ગુજરાતમાં લોહીની નદીઓ વહેતી,હુલડોની ભરમાર રહેતી. પહેલા ગુજરાતના લોકો ભય અને આંતકના વાતાવરણમાં જીવતા. આજે કોરોના કાળના બે વર્ષ પછી નવરાત્રીમાં દાંડીયાની રમઝટ ગુજરતીઓએ બોલાવી છે. પહેલા ટુરિઝમમાં એક સમય એવો હતો કે ગુજરાતીઓ બહાર જાય પરંતુ હવે ચક્ર બદલાયું દુનિયા ગુજરાતની ટુરીસ્ટ બને છે. સરદાર સાહેબનું ભવ્ય સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનીટી લોકો જોવા આવે છે પરંતુ એક જમાત નથી જતી. કોંગ્રેસ વાળા મિત્રોને પુછજો કે સરદાર સાહેબના સ્ટેચ્યુ જોવા ગયા કે નહી.? ગુજરાતના સપુતનું સન્માન કરવાનું સામર્થ્ય ન હોય તેવા લોકોની સ્વીકૃતિ ગુજરાતની ઘરતી પર ન હોઇ શકે.

મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, આજે ગુજરાતની ઓળખ એટલે વિકાસ, વિકાસ એટલે ગુજરાત. વિકાસ અને ગુજરાતનો એક અલગ સબંધ બન્યો છે. આજે કોઇ પણ સેકટરમાં આકડાથી સમજી શકો કે આપણા ગુજરાતમાં વિકાસ કેટલો થયો છે. ગુજરાત આજે ક્ષિક્ષણનું હબ બન્યુ છે. અન્ય રાજયોના વિદ્યાર્થીઓ હવે ભણવા માટે ગુજરાતની પસંદગી કરે છે. 20 વર્ષ પહેલા ગુજરાતમાં 26 એન્જિનયરિંગની કોલેજો હતી અને આજે 130 એન્જિનયરિંગ કોલેજ છે. 20 વર્ષ પહેલા ગુજરાતમાં 9 M.C.A કોલેજ હતી આજે 65 કોલેજો છે. 20 વર્ષ પહેલા ગુજરાતમાં 300 ITI હતી આજે 600 છે. 20 વર્ષ પહેલા માત્ર 30 M.B.A કોલેજ હતી આજે 100 કોલેજો છે. 20 વર્ષ પહેલા 13 ફાર્મસી કોલેજો હતી આજે 75 કોલેજો છે. 20 વર્ષ પહેલા 21 યુનિવર્સિટી હતી આજે 100 યુનિવર્સિટી. 20 વર્ષ પહેલા 800 કોલેજો હતી આજે 3 હજાર કોલેજો છે. 20 વર્ષ પહેલા 11 મેડિકલ કોલેજો હતી આજે 36 મેડિકલ કોલેજ છે. હવે માતૃભાષામાં એન્જિયરિંગ શરૂ કરાવ્યુ. 20 વર્ષની મહેનતને કારણે ગુજરાતના યુવાનોનું ભવિષ્ય વિસ્તાર પામ્યુ છે. ગુજરાતના વિદ્યાર્થીઓ આજે દેશમા નહી દુનિયામાં પણ નામના મેળવી રહ્યા છે.

મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, આજે ગુજરાતને આધુનિક અને મલ્ટીમોડલ ઇન્ફાસ્ટ્રકચરનો લાભ મળી રહ્યો છે. આજે ગુજરાતની ઓળખ ફોર લેન, સીકસ લેન, આઠ લેન નો હાઇવેની ઓળબ બન્યું છે. અમારા રાજકોટ,મોરબી,જામનગરના ભાઇઓ નાના કારખાના ચલાવવાનું શરૂ કરો આજે તમે ગાડીઓના સ્પેર પાર્ટ બનાવો છો એ દિવસ દુર નહી હોય તમારી પાસે વિમાનના સ્પેરપાર્ટ બનાવવાનો ઓર્ડર આવે. છેલ્લા 20 વર્ષમાં ગુજરાતે સુશાસન પર ધ્યાન આપ્યું છે. કાયદો અને વ્યવસ્થા પર ધ્યાન આપ્યું. પહેલા ગુજરાતમા છાશ વારે કરફ્યુ થતા. બેટ દ્વારાકામાં ગત દિવસોમાં ગેરકાયદે દબાણ સરકારે દુર કર્યુ આજે ભાજપના સમર્થકો અંહી મોટી સંખ્યામાં છે ત્યારે હું તમને ચેતવું છું કે હું દિલ્હી બેઠો છું એટલે બધુ દેખાય છે કે દિલ્હીથી ગુજરાતમાટે કેવા ખેલ થઇ રહ્યા છે. જે લોકોને ગુજરાતે નકારી દીધા તે લોકો ગુજરાતના અહિત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. 20 વર્ષ મને પણ હેરાન કરવામાં કશું બાકી રાખ્યુ ન હતું. ગુજરાતને બદનામ કરવામાં બાકી રાખ્યુ ન હતું. સોનાની જેમ ગુજરાત તપીને બહાર નીકળ્યુ છે. ચૂંટણી સમયે મારા માટે એવા અપ શબ્દો વપરાય જેમાં મોત ના સોદાગર થી લઇ કશુ બાકી ન રાખ્યુ તે સમયે ગુજરાતે દાત કચ કચાવીને મતદાન કરીને જવાબ આપ્યો તો પણ સુઘરતા નોહતા આ વખતે નવી ચાલ ચાલી રહ્યા છે તે સમજી લેજો. આ વખતે કોંગ્રેસ કોઇ સભા નથી કરતી, કોઇ પ્રેસ નથી કરતી. હવે કોંગ્રેસ મારા પર અપશબ્દો નથી બોલતી કારણ કે કોંગ્રેસ નવી ચાલ રમી રહ્યુ છે. કોંગ્રેસ હવે ચુપ ચાપ ગામડે ગામડે ખાટલા બેઠક કરી રહી છે. હોબાળા કરવાનો ગાળો આપવાનો કોન્ટ્રાક્ટ આઉટ સોર્સિગ કરી બીજી પાર્ટીને આપ્યો છે. ગુજરાતની જનતા ગુજરાત વિરોઘીઓનો ખેલ પરાસ્ત કરશે તેવો મને વિશ્વાસ છે.

આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબે સંબોધન કરતા જણાવ્યું કે, આજના આ કાર્યક્રમમાં જામકંડોરણામાં જનમેદનીને જોઇ વિરોધીઓના છાતીના પાટીયા બેસી જાય એટલુ સમર્થન મળી રહ્યુ છે. હજુ તો પ્રચારના ગણેશ કર્યા નથી આ જનમેદનીની સંખ્યા ભાજપનું સમર્થન બતાવી રહી છે. ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર દ્વારા વિકાસના કાર્યો સાથે રાજયને સુરક્ષીત રાખવાના સફળ પ્રયાસ કર્યા છે. લોકો કહે છે કે મોદી હે તો મુમકીન હે ... સાથે કહે છે કે ભાજપ છે તો ભરોસો પણ છે. આજે કોંગ્રેસે ત્રણ દાયકા પછી જાહેર સ્થળોએ બેનરો લગાવ્યા છે કે કોંગ્રેસનું કામ બોલે છે. પણ કોંગ્રેસ ભુલી ગઇ છે કે કોંગ્રેસનું કામ નહી કારનામું બોલે છે અને તમારા કારનામાં ગુજરાતની જનતા ભૂલી નથી. આજે કોંગ્રેસ લુપ્ત થતી જાય છે તો બીજી તરફ ભાજપ સતત લોકોને વિશ્વાસ મેળવી રહી છે. કોરોના જેવી વૈશ્વીક મહામારીમાં દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે આપણા દેશના વૈજ્ઞાનિકો પર ભરોસો કર્યો, પ્રોત્સાહીત કર્યા અને દેશને એક નહી બે રસી ફ્રીમાં આપી. કોરોના મહામારીમાં કોઇ ભૂખ મરાથી મૃત્યુ ન પામે તે માટે ફ્રીમાં રાશન આપ્યુ.

આ કાર્યક્રમમાં રાજયના મ્રુદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, આજની આ જાહેરસભામાં વિરાટ જનમેદની સંખ્યા દર્શાવે છે કે ભાજપ સરકાર અને તેમના દ્રષ્ટીવંદ નેતા નરેન્દ્રભાઇ મોદી પર સૌરાષ્ટ્રની જનતાને અપાર પ્રેમ,સમર્થન અને વિશ્વાસ છે. વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબની રાજકીય યાત્રામાં રાજકોટ અને સૌરાષ્ટ્રની મહત્વની ભૂમિકા રહી છે. પહેલા સૌરાષ્ટ્ર પાણી માટે વલખા મારતુ પરંતુ વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ જયારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યાર પછી આ સ્થિતિ બદલી નાખી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં માં નર્મદાના નિર પહોંચાડવામાં વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીએ અથાગ પરિશ્રમ કર્યો. બે દાયકા પહેલા ગુજરાતમાં અનેક જગ્યાએ રાત્રે જમવા સમયે વિજળી નોહતી મળતી તે સૌરાષ્ટ્રના ગામોને વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે જ્યોતિ ગ્રામ યોજનાથી જળહળતા કર્યા. ભાજપ સરકારના અનેક પ્રયાસના કારણે સૌરાષ્ટ્ર આજે ગુજરાતના બાકી વિસ્તારોથી ખભેથી ખભો મિલાવી આગળ વધી રહ્યો છે. રાજકોટમાં આજે 12 થી વધુ એન્જિયરિંગ કોલેજો અને યુનિવર્સિટીને આપી એજ્યુકેશન હબ બનાવ્યું છે. વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીએ રાજકોટને ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલની ભેટ આપી છે. જામનગરમાં દુનિયાનું પ્રથમ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસીન સેન્ટરની સ્થાપના કરાવી. રાજકોટને વિકાસના અનેક પ્રોજકેટ ડબલ એન્જિનની સરકારમાં મળ્યા છે.

આ કાર્યક્રમમાં રાજયના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, રાજયનામંત્રીઓ, સાંસદસભ્યશ્રોઓ, ધારાસભ્યઓ, સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X