રાજ્યના પાટનગર ગાંધીનગરમાં બાબા બાગેશ્વરનો દરબાર યજાશે
ગુજરાતના પ્રવાસે આવેલા બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં ભવ્ય દરબાર કર્યા બાદ રાજ્યના અલગ અલગ શહેરોમાં પણ તેમના દ્વારા ભક્તોને સંબોધન કરવામાં આવશે. સુરતમાં યોજાયેલા દરબાલમાં લાખો ભક્તોએ ધીરેન્દ્ર શાસ્ત્રીને સાભળ્યા હતા. સાથે જ આજે અમદાવાદ ગાંધીનગરમાં પણ તેમનો દરબરા યોજાશે.

ગાંધીનગરના ઝુંડાલ ખાતે આવેલ રાઘવ ફાર્મ એ્ડ પાર્ટી પ્લોટમાં આજે સાંજે બાબાનો દરબાર યોજાશે. ગુરુ વંદના મંચ તરફથી આયોજીત બાબાના આ દરબારમાં ગુજરાતભરના સાધુ સંતો અને કથાકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં યોજાનારા દરબારમાં 15000 થી વધુ સાધુ સંતો અને મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. બાબાના દરબારમાં તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાનાર બાબાના દરબારમાં અેક રાજકીય સામાજિક આગેવાનો હાજર રહે તેવી પણ શક્યતા છે.
સુરત બાદ 29 અને 30 મે ના રોજ અદમાવાદમાં ચાણક્ય પુરીમાં બાબાનો દરબાર યોજાવાનો છે. પરંતુ મળતી માહિતી મુજબ ચાણક્યપુરીમાં યોજાનાર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર હવે ઓગણજ સ્થિત પ્રમુખ સ્વાી નાગરમાં યોજાય તેવી પણ શક્તા છે. પોલીસ દ્વારા ચાણક્ય પુરીમાં બાબાના દરબારને મંજુરી આપવાની સંભાવના ઓછી હોવાનુ પણ સામે આવ્યુ છે.












Click it and Unblock the Notifications
