દેશની 12 ભાષામાં પોસ્ટકર્મીઓ માટે ઈ-લર્નીંગ પોર્ટલ વિકસાવ્યું

દેશની 12 ભાષામાં પોસ્ટકર્મીઓ માટે ઈ-લર્નીંગ પોર્ટલ વિકસાવ્યું

વડોદરામાં ડાક વિભાગનું એક મધ્યમ સ્તરનું પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર છે અને દેશમાં વડોદરા સહિત આવા કુલ ૬ પોસ્ટ ટ્રેનિંગ સેન્ટર્સ આવેલા છે. વડોદરાના પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટરે સમગ્ર ડાક વિભાગને ડિજિટલ તાલીમમાં ખૂબ ઉપયોગી એવું ભગીરથ કામ રાત દિવસ સખત મહેનત કરીને કર્યું છે જેની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે. ૧૫ સદસ્યોની ટીમે એક ડેડિકેટેડ વેબસાઈટ આધારિત ઓનલાઇન ડાક કર્મયોગી ઈ લર્નીંગ પોર્ટલ વિકસાવ્યું છે. જે ચાર લાખથી વધુ કર્મચારીઓને ઘેર બેઠા બે પ્રકારના કોર્સની તાલીમ મેળવવામાં ઉપયોગી બનવાની સાથે આખા દેશમાં આવેલા આ વિભાગના ૫૦૦ જેટલા નાના મોટા તાલીમ કેન્દ્રોમાં પણ ખૂબ ઉપયોગી બનશે. આ પોર્ટલનું નવી દિલ્હીમાં કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવ અને સંચાર રાજ્ય મંત્રી દેવુંસિંહ ચૌહાણના હસ્તે વિમોચન કર્યું હતું તથા તેની નિર્માતા ટીમને બિરદાવી હતી.

post office

વડોદરા સેન્ટરના નાયબ નિયામક આર.એસ. રઘુવંશીએ જણાવ્યું કે સમગ્ર ભારતના ડાક વિભાગના ૪ લાખથી વધુ કર્મચારીઓના એમ્પ્લોયી આઇ.ડી.તેમાં દાખલ કરવામાં આવ્યા છે જેઓ આ પોર્ટલમાં લોગીન કરી શકશે અને ઘેર બેઠા ઉપલબ્ધ કોર્સની ઓનલાઇન તાલીમ લઈ શકશે,ઓનલાઇન પરીક્ષા આપી શકશે અને ઉત્તીર્ણ કર્યાનું પ્રમાણપત્ર પ્રાપ્ત ગુણના નિર્ધારિત યોગ્યતા માપદંડોને આધીન મેળવી શકશે.

હાલમાં આ ઓનલાઇન તાલીમ વ્યવસ્થા હેઠળ બે પ્રકારના કોર્સનું કન્ટેન્ટ ઉપલબ્ધ છે

જે પૈકી ગ્રામીણ ડાક સેવકો માટે ગ્રામીણ ડાક કર્મયોગી કોર્સ દેશની બાર ભાષાઓમાં ઉપલબ્ધ છે. ડાક વિભાગના જેઓ કર્મચારી છે એવા પાર્સલ બુકિંગ સ્ટાફ માટે પાર્સલ દીપ કોર્સ હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે. ભવિષ્યમાં જરૂરિયાત પ્રમાણે આ પોર્ટલમાં નવા કોર્સ કન્ટેન્ટ દાખલ કરી શકાશે.

ડાક વિભાગનું દેશનું મુખ્ય તાલીમ કેન્દ્ર ગાઝિયાબાદ માં છે.તે પછી વડોદરા જેવા મધ્યમ સ્તરના ૬ તાલીમ કેન્દ્રો અને ૪૭૦ થી વધુ જિલ્લા કક્ષાના તાલીમ કેન્દ્રો છે.આ બધી જ તાલીમ સંસ્થાઓ માટે આ ઓનલાઈન તાલીમ સુવિધા ઉપયોગી બનશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X