દિલ્હી સહિત ગુજરાત, પંજાબમાં અનુભવાયા ભૂકંપના આંચકા

અમદાવાદ, 16 એપ્રિલ: તાજેતરમાં મળી રહેલા સમાચાર અનુસાર દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 7ની માનવામાં આવે છે. તેમજ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઇરાન અને પાકિસ્તાનની સીમા પર આવેલું છે. આ ભૂકંપનો આંચકો દિલ્હી સહિત ગુજરાત, પંજાબ, હરિયાણા, કાશ્મીર અને રાજસ્થાનમાં પણ અનુભવાયો હતો. ઇરાનમાં જેના પગલે 100 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે.
આ ભૂકંપનો આંચકો દિલ્હીમાં પણ અનુભવાયો હતો. આની સાથે સાથે રાજસ્થાન, ગુજરાત, અને હરિયાણાના લોકોને ભૂકંપનો આંચકો લોકોએ અનુભવ્યો હતો. આના પગલે ગાંધીનગરમાં આવેલી ઇન્ફોસીટીનું બહુમાળી ઇમારત ખાલી કરી દેવામાં આવી હતી. તેમજ લોકોએ પોતાના સગાસંબંધીઓને ફોન કરી હાલચાલ પૂછ્યા હતા.
ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, સૂરત, ખાવડા, રાજકોટ, કચ્છ-ભૂજ, ભચાઉ, જુનાગઢ વગેરે શહેરોમાં ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા. સાતની તિવ્રતાનો ભૂકંપ ગુજરાતમાં આ પહેલા 26મી જાન્યુઆરી 2001માં આવ્યો હતો, ત્યારે ખૂબ જ મોટી હોનારત સર્જાઇ હતી. પરંતુ અત્યારે ભૂકંપના આંચકાથી કોઇ જાનમાલની નુકસાની થવા પામી નથી.
આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાકિસ્તાન અને ઇરાનની સરહદ પર હોવાના કારણે ભૂકંપની અસર પાકિસ્તાનમાં વધારે જોવા મળી હતી. જોકે ઇરાનમાં ભૂકંપના પગલે 100ના મોત થયાના સમાચાર મળી રહ્યા છે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
