અમરેલીમાં મોડી રાતે અનુભવાયા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા મપાઈ 3.4

ગુજરાતના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં ગુરુવારે મોડી રાતે 11.35 વાગે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.

Earthquake in Gujarat: ગુજરાતના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં ગુરુવારે મોડી રાતે 11.35 વાગે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR)ના એક અધિકારીએ જણાવ્યુ હતુ કે 3.4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જિલ્લા પ્રશાસને કહ્યુ કે જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી. ગાંધીનગર સ્થિત ISR અધિકારીએ જણાવ્યુ હતુ કે અમરેલીથી 44 કિમી દક્ષિણ-દક્ષિણ-પૂર્વમાં સાવરકુંડલા તાલુકાના મિતીયાળા ગામમાં 6.2 કિમીની ઊંડાઈ સાથેના આંચકા નોંધાયા હતા.

Earthquake

ભૂકંપને પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાતમાં આ પહેલા પણ અલગ અલગ વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે. ગુજરાતમાં જાન્યુઆરીમાં પણ ભૂકંપના નાના-મોટા આંચકાઓ અનુભવાયા હતા.

તમને જણાવી દઈએ કે 19 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્રમાં આવેલા અમરેલી જિલ્લાના ખાંભા વિસ્તારમાં 2.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ગુજરાતનો કચ્છ જિલ્લો, જે સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ આવેલો છે. જાન્યુઆરી 2001માં વિનાશક ભૂકંપ આવ્યો હતો. જેમાં 13,800 લોકો માર્યા ગયા અને અન્ય 1.67 લાખ લોકો ઘાયલ થયા. ભૂકંપના કારણે જિલ્લાના વિવિધ નગરો અને ગામડાઓમાં મિલકતોને વ્યાપક નુકસાન થયું હતું.

આ પહેલા તઝાકિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. અહેવાલો અનુસાર, તાઝાકિસ્તાનના મુર્ગોભમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 નોંધવામાં આવી હતી, જે ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. મુર્ગોભથી લગભગ 65 કિમી પશ્ચિમમાં આંચકા અનુભવાયા હતા. જો કે હજુ સુધી આ ભૂકંપથી કોઈ નુકસાનના સમાચાર નથી.

યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, સવારે 5.37 વાગ્યે આંચકા અનુભવાયા હતા, તેની ઊંડાઈ લગભગ 20.5 કિલોમીટર છે. આ ભૂકંપથી કોઈને નુકસાન થવાની આશા નથી. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-ચીન સરહદ નજીક આવેલા ગોર્નો-બદક્ષન નજીક હતું. આ ભૂકંપના 20 મિનિટ પછી 5 અને 46 આફ્ટરશોક અનુભવાયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X