Earthquake in Gujarat: ગુજરાતમાં ધરા ધ્રૂજી, બે આંચકા અનુભવાયા, જાણો તીવ્રતા
Earthquake in Gujarat: ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના તાલાલા શહેરમાં બુધવારની બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્થક્વેક રિસર્ચ (ISR) અનુસાર, બુધવારની બપોરે તાલાલા શહેરમાં 3.7ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો, જે પછી તરત જ 3.4ની તીવ્રતાનો બીજો આંચકો આવ્યો હતો.

ISR એ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, 3.7ની તીવ્રતાનો ભૂકંપ રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં તાલાલાથી 13 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વ (NNE) દૂર બપોરે 3.14 કલાકે નોંધાયો હતો.
અહેવાલમાં જણાવાયું છે કે, અન્ય 3.4 તીવ્રતાનો આફ્ટરશોક બપોરે 3.18 વાગ્યે ત્રાટક્યો હતો, જેનું કેન્દ્ર તાલાલાથી 12 કિમી ઉત્તરપૂર્વમાં હતું. જિલ્લા પ્રશાસને જણાવ્યું હતું કે, જાનહાની કે સંપત્તિના કોઈ સમાચાર નથી.












Click it and Unblock the Notifications
