કરોડોનું રોકાણ કરી મેળવી શકાશે અમેરિકાનું ગ્રીનકાર્ડ

રોજરે આપેલી માહિતી અનુસાર એક તરફ બેકારીનો દર ઉંચો જઇ રહ્યો છે ત્યારે અમેરિકાના પછાત શહેરોમાં રૂ. 2.5 કરોડનું રોકાણ કરવું જરૂરી છે. ત્યારે અમેરિકા અભ્યાસર્થે જવા ઇચ્છતા વિદ્યાર્થીની ઉમર 21 વર્ષથી ઓછ હોય તો તેને ચિંતિત થવાની જરૂર નથી, કારણ કે જો તેના પિતા અમેરિકામાં રોકાણ કરવાની ઇચ્છા વ્યક્ત કરે તો એ વિદ્યાર્થીને સ્ટૂડન્ડ વિઝા મળી શકે છે.
ઉપરાંત જે વ્યક્તિ મલ્ટીપલ વિઝામાં અમેરિકામાં રહી રહ્યો હોય અને તે પાંચ કરોડ સુધીના રોકાણની ઇચ્છા વ્યક્ત કરે તો તેઓ તેમના પરિવારજનોને સ્પોન્સર કરી સહેલાયથી વિઝા મેળવી શકે છે.
અત્રે નોંધનીય છે કે ઇબી-5 વિઝાના પ્રોગ્રામ હેઠળ ગુજરાતમાંથી મોકલાયેલી 400 જેટલી અરજીઓમાંથી 130 અરજીઓનો સ્વિકાર કરવામાં આવ્યો છે. આ અરજીઓ અમદાવાદ, વડોદરા, રાજકોટ, આણંદ, મહેસાણા, સુરત સહિતના શહેરોમાંથી કરવામાં આવી છે. ઉક્ત સ્વિકારાયેલી અરજીના અરજદારોએ અમેરિકામાં પાંચ કરોડ સુધીનું રોકાણ કરવાની ઇચ્છા દર્શાવી છે.












Click it and Unblock the Notifications
