ચૂંટણી પંચે કૃષિ મંત્રી દિલિપ સંઘાણીને નોટિસ ફટકારી

આજે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી અનિતા કરવાલે પાઠવેલી નોટિસ અંગે જણાવ્યું કે "અમારા ધ્યાનમાં આવ્યું હતું કે દિલિપ સંઘાણીએ 4 ઑક્ટોબરે અમરેલીમાં એક રોડનું ખાત મૂહૂર્ત કર્યું હતું. આ કારણે ચૂંટણીની આચારસંહિતાનું ઉલ્લંઘન થયું છે. અમે તેમને આ મુદ્દે લેખિતમાં જવાબ આપવા જણાવ્યું છે."
ઉલ્લેખનીય છે કે ચૂંટણીની આચારસંહિતા અમલી બનતા જ રાજ્યભરમાંથી જાહેર કાર્યક્રમોના પોસ્ટર્સ ઉતારી લેવામાં આવ્યા છે. સરકારી સુવિધાઓ જમા કરાવી દેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
