15 સરકારી યુનિવર્સિટીઓના UG કોર્ષમાં પ્રવેશ માટે 2 જૂન સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકાશે
Education News: રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખી, BA, B.Com, B.Sc., BBC, BCA સહિતના પ્રોગ્રામ અને અન્ય પ્રોગ્રામમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ) પોર્ટલ મારફત પ્રવેશ અંગે રજિસ્ટ્રેશન પ્રક્રિયા તારીખ 1/4/2024 થી શરૂ કરવામાં આવી હતી.
વેકેશન કે અન્ય કારણોસર તારીખ 28/5/2024 ને છેલ્લી તારીખ સુધીમાં 439865 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરવામાં આવી છે, અને તે પૈકી 263115 વિદ્યાર્થીઓએ ફી ભરી છે. હજુ પણ વિદ્યાર્થી રજિસ્ટ્રેશન/ફી ભરી શક્યા નથી.
આ અંગે વિવિધ યુનિવર્સિટીઓ, કોલેજો અને વિદ્યાર્થીઓની રજૂઆત શિક્ષણ વિભાગને મળી હતી. આ બાબતે ગુજરાત રાજ્યના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રી સમક્ષ રજૂઆત કરતા વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને શિક્ષણની અગત્યની બાબત ધ્યાને લઈ તેમની સૂચના અનુસાર હવે GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ) પોર્ટલ મારફતે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 2 જૂન 2024 સમય રાત્રે 11.59 સુધી લંબાવવામાં આવે છે.

રાજ્ય ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને આ તારીખ સુધીમાં અચૂક ફોર્મ તથા ફી ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા જાહેર થયેલા કેલેન્ડર મુજબ વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ જૂનના અંતમાં શરૂ કરવાનો હોઈ આ તારીખ કોઈ પણ સંજોગોમાં લંબાવવામાં આવશે નહીં, તેમ રાજ્ય ઉચ્ચ શિક્ષણ વિભાગની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
