For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આણંદ જિલ્લાની 72 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી આચારસંહિતા અમલી

|
Google Oneindia Gujarati News

anand-district-of-gujarat
આણંદ, 25 એપ્રિલ : આણંદ જિલ્લામાં 72 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી 28 એપ્રિલ, 2013ના રોજ યોજાવાની હોવાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 1 મે, 2013 સુધી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જી.ગોહીલે સને 1951ના ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-37(3) હેઠળ 72 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીઓ યોજાનાર છે તેવા વિસ્તારમાં સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય ચાર કરતા વધુ માણસોએ એકત્ર થવું નહી, ચાર કરતા વધુ માણસોની કોઇ સભા ભરવી કે બોલાવવી નહી અથવા સરધસ કાઢવાની મનાઇ ફરમાવવામાં આવી છે.

આ હુકમો ચૂંટણી વિસ્તારમાં આવતા રસ્તાઓ, રસ્તાની ફૂટપાથ, ગલીઓ અને પેટાગલીઓનો તથા જાહેર મકાનોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ હુકમો જે સરકારી નોકરીમાં અથવા કામગીરીમાં હોય જેઓ ફરજ ઉપર હોય તેમને તથા મરણોત્તર તેમજ લગ્ન અંગેના સરધસોને લાગુ પડશે નહી.
આ હુકમ આણંદ જિલ્લામાં 72 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાનાર છે તે તમામ વિસ્તારોમાં લાગુ પડે છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર વ્યક્તિ સને 1951ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-135 હેઠળ અથવા ભારતના ફોજદારી અધિનિયમ (સને 1860ના 45,માં)ની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર થશે.

આણંદ જિલ્લામાં યોજાનાર 72 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી દરમિયાન જાહેરમાં લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ માટે 1 મે, 2013 સુધી ગ્રામ પંચાયતના સમગ્ર વિસ્તારમાં કોઇપણ રસ્તામાં અથવા રસ્તા નજીક અથવા સાર્વજનિક કે ખાનગી જગ્યાઓમાં ચૂંટણી પ્રચાર કે અન્ય હેતુ માટે જાહેરમાં લાઉડ સ્પીકર નહીં વગાડવા માટેના નિયમોનું પાલન કરવા ફરમાવ્યું છે. આણંદ જિલ્લામાં યોજાનાર 72 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી દરમિયાન હથિયારો અને ક્ષયકારી અને સ્ફોટક પદાર્થો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

English summary
Election code of conduct implemented in Anand district 72 gram panchayats.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X