જીતુ વઘાની પર ચૂંટણી પંચે 72 કલાક માટે પ્રતિબંધ લગાવ્યો

ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જીતુ વઘાની વિરુદ્ધ ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે જીતુ વઘાની પર 72 કલાક માટે ચૂંટણી પ્રચાર કરવા માટે પ્રતિબંધ લગાવ્યો છે.

ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જીતુ વઘાની વિરુદ્ધ ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે જીતુ વઘાની પર 72 કલાક માટે ચૂંટણી પ્રચાર કરવા માટે પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ તેમના પર કાલે સાંજે 4 વાગ્યાથી લાગુ થઇ જશે. તેમના પર આરોપ છે કે તેમને આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. તેમને 7 એપ્રિલે સુરતના અમરોલીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું. તેને કારણે ચૂંટણી પંચે તેમની સામે કાર્યવાહી કરી છે.

Jitu Vaghani

અગાઉ, ચૂંટણી પંચે સપા નેતા આઝમ ખાન પર બીજી વખત પ્રતિબંધ લગાવ્યો હતો. મંગળવારે ચૂંટણી પંચે આઝમ ખાનને 48 કલાક માટે પ્રતિબંધ મૂક્યો છે. આજ સવારે 6 વાગ્યાથી આઝમ પર પ્રતિબંધ અમલમાં મૂકાયો છે. વાસ્તવમાં, આઝમ ખાને ચૂંટણી રેલી દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, તેમણે રામપુર પ્રશાશન પર પક્ષપાત અને જબરજસ્તી ઓછું વોટિંગ કરાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે એક સમુદાયને મત આપવા માટે ઘર છોડવાની રજા આપવામાં આવી નથી, તે વહીવટનું ષડયંત્ર છે. ત્યારબાદ ચૂંટણી પંચે તેમના પર પ્રતિબંધ મૂકી દીધો.

આ પણ વાંચો: છોટાઉદેપુર: બોડેલીમાં પાણી માટે વલખા, આખરે સરકાર સુધી ક્યારે પહોંચશે વેદના?

ચૂંટણી પંચે આ પહેલા પણ આઝમ ખાન પર પ્રતિબંધ લગાવ્યો હતો પરંતુ તે રીતે આઝમ ખાન પ્રતિબંધ લાગ્યા પછી પણ વિવાદિત નિવેદનો આપી રહ્યા છે. તેને કારણે ચૂંટણી પંચે તેમના પર ફરી પ્રતિબંધ લગાવી દીધો છે. આ પહેલા પીએમ મોદીના ભાષણ સામે પણ કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી પરંતુ ચૂંટણી પંચે પીએમ મોદીને ક્લીન ચિટ આપી દીધી અને તેમના વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરવાની ના પાડી દીધી હતી. આપને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન પૂરું થઇ ચૂક્યું છે અને 23 મેં દરમિયાન પરિણામ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી પછી, ગુજરાતને જળ સંકટનો સામનો કરવો પડશે, ડેમમાં પાણી ઓછું

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X