નોકરીયાત અને કામદારોને મતદાન માટે વેતન સાથે રજા મળશે, જાણો શું કહ્યું ઈલેક્શન કમિશને?

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન યોજાનાર છે. ચૂંટણીને લઈને કામદારો અને નોકરીયાતો સહિતના ધંધાર્થીઓ મતદાન કરી શકે તે માટે વેતન સાથે આપવા ચૂંટણી કમિશને જણાવ્યુ છે.

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન યોજાનાર છે. ચૂંટણીને લઈને કામદારો અને નોકરીયાતો સહિતના ધંધાર્થીઓ મતદાન કરી શકે તે માટે વેતન સાથે આપવા ચૂંટણી કમિશને જણાવ્યુ છે.

voting

આ બાબતે વાત કરતા મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું કે, મતાધિકાર ધરાવતી કોઈપણ વ્યક્તિ, કોઈપણ ધંધા- રોજગાર, ઔદ્યોગિક એકમો કે અન્ય કોઈપણ સંસ્થામાં નોકરી કરતાં હોય તો તેમને મતદાનના દિવસે સવેતન રજા આપવાની જોગવાઈ છે. રોજમદાર તરીકે કામ કરતાં કર્મચારી-કામદારોના કિસ્સામાં પણ જો તેની ફરજ પર હોય અને જે મહેનતાણું-પગાર મેળવતાં હોય તે મહેનતાણું-પગાર મતદાનના દિવસે મતદાન કરવાની રજા બદલ માલિક-નોકરીદાતાએ ચૂકવવાનું રહેશે.

1951ના લોકપ્રતિનિધિત્વ અધિનિયમમાં વર્ષ 1996ના લોકપ્રતિનિધિત્વ (સુધારા) અધિનિયમથી દાખલ કરવામાં આવેલ કલમ-135(બી) અનુસાર ધંધા-રોજગાર ઔદ્યોગિક એકમ કચેરી અને અન્ય સંસ્થાઓના માલિકોને અનુરોધ કરવામાં આવે છે કે, તેમના કામદાર/કર્મચારીઓને જે તે મતવિભાગોમાં જ્યાં ચૂંટણી યોજાનાર છે તેવા વિધાનસભા મતવિભાગોમાં સમાવિષ્ટ વિસ્તારમાં મતદાનના દિવસે ચૂંટણીમાં મતદાન કરવાના હેતુસર રજા આપવાની રહેશે.

નોંધાયેલ મતદાર જે વિભાગમાં વસવાટ કરતો હોય અને જો સામાન્ય કે પેટા-ચૂંટણી હોય તેવા મતવિભાગની બહારના વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક એકમ કે સંસ્થામાં નોકરી કરતો હોય તેવો મતદાર લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-1951ની કલમ-135(બી)(1) અન્વયે સવેતન રજાનો હક્કદાર રહેશે. આ જોગવાઈનું ઉલ્લંઘન કરનાર માલિક-નોકરીદાતા દંડ-શિક્ષાને પાત્ર રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X