For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉર્જા મંત્રી કનુ દેસાઈએ વાપીમાં જનસંવાદ કાર્યક્રમમાં હાજરી આપી!

વલસાડ જિલ્લાના વાપી ખાતે રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈએ વાપી ટાઉન અને વાપી નોટીફાઈડ વિસ્તારની 60 થી વધુ સોસાયટી અને ટાઉનશીપોના પ્રતિનિધિઓ દ્વારા યોજાયેલા સન્માન સમારોહ અને નાગરિકો સાથેના સંવાદ

By Desk
|
Google Oneindia Gujarati News

વલસાડ જિલ્લાના વાપી ખાતે રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈએ વાપી ટાઉન અને વાપી નોટીફાઈડ વિસ્તારની 60 થી વધુ સોસાયટી અને ટાઉનશીપોના પ્રતિનિધિઓ દ્વારા યોજાયેલા સન્માન સમારોહ અને નાગરિકો સાથેના સંવાદ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં કનુ દેસાઇએ જનસંવાદ કરી લોકોની સમસ્યા દુર કરવા પ્રયાસરત રહેવાની ખાતરી આપી હતી.

kanu desai

કનુભાઈ દેસાઈએ વાપી શહેર અને નોટીફાઈડ વિસ્તારમાં વિકાસલક્ષી કાર્યો બાબતે સ્થાનિકો સાથે સંવાદ કર્યો હતો. મંત્રીએ વિવિધ વિસ્તારમાં થયેલા કામોનું મૂલ્યાંકન કરી હાલમાં થઈ રહેલા કામોની ચર્ચા પણ કરી હતી. બાદમાં તેમણે કલ્યાણકારી વિકાસના કામોમાં પ્રજાનો જે સહકાર મળ્યો તે બદલ સૌનો આભાર માન્યો હતો.

વાપી જીઆઈડીસી વિસ્તારમાં પાણી ભરાવાની વર્ષો જુની સમસ્યા હતી, કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ જ્યારે ધારાસભ્ય હતા ત્યારે તેમણે આ વિસ્તારના નાગરિકોને આ સમસ્યાનો ઉકલ આવશે તેની ખાતરી આપી હતી. વાપીમાં 85 ઈંચ વરસાદ પડ્યો તેમ છતાં પાણી ન ભરાતા લોકોની સમસ્યાનો સુખદ ઉકેલ આવ્યો હતો.

સોસાયટીઓના પ્રતિનિધિઓએ છેલ્લા 2 વર્ષમાં ચોમાસા દરમિયાન પાણીના ભરાવાના કારણે ભોગવવી પડતી મુશ્કેલીથી લઈને પીવાના પાણીની સમસ્યા સુધીની મુશ્કેલીનો ઉકેલ કેબિનેટ મંત્રી કનુભાઈના પ્રયાસથી આવી રહ્યો હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. વાપી નોટીફાઈડ સંગઠનના પ્રમુખ હેમંત પટેલે વાપી વિસ્તારમાં અને નોટીફાઈડ વિસ્તારમાં બીલખાડીને પહોંળી કેવી રીતે કરવામાં આવી અને આ વિસ્તારમાં પાણી ન ભરાય તે માટે જે કામગીરી કરવામાં આવી તેની માહિતી નાગરિકોને આપી હતી. વાપી સંગઠન પ્રમુખ અને વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના માનદમંત્રી સતિષ પટેલે મંત્રીનું સ્વાગત કર્યું હતું.

English summary
Energy Minister Kanu Desai attends public dialogue program in Vapi!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X