નોટબંધી પછી સાવરકુંડલાના ATMમાં નાણાંના નામે નનૈયો યથાવત

Subscribe to Oneindia News

નોટબંધી બાદ પૈસાની પારાયણ હજુ પણ યથાવત જોવા મળી રહી છે અમરેલી જીલ્લાના સાવરકુંડલામાં 20 જેટલા એ.ટી.એમો.ની સ્થિતિ બહુજ ખરાબ હાલતમાં જોવા મળી અને એકપણ એ.ટી.એમ.ચાલુ ન હોવાથી લોકો પૈસા ઉપાડવા ફાફા મારી રહ્યા છેનોટબંધી જાહેર થયા બાદ સરકાર દ્વારા પૂરતા પૈસા ઉપાડવા મળે તેવા દાવા થઇ રહ્યા છે પણ હકીકત આખી અલગ જ જોવા મળી રહી છે.

atm

અમરેલી જીલ્લાના સાવરકુંડલા માં 20 જેટલા એ.ટી.એમ. આવેલા છે તાજેતરમાં નોકરીયાતો તેમજ પેન્શરોનો પગાર થયો છે પણ પગાર ના પૈસા ઉપાડવા માટે નોકરીયાતો ફાફાં પડી રહ્યા છે. મહિલાઓ અને ડોક્ટરો સહીત નાના-મોટા તમામ લોકોને એ.ટી.એમ.એ જાઇને ધર્મના ધક્કા થઇ રહ્યા છે. એટલું જ નહીં મહત્વની બેંકો જેમ કે દેના બેંક અને એસ.બી.આઈ.બેંકના એ.ટી.એમ.માં પણ નાણાં વગર લોકો પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે. એટલું જ નહીં મીડિયા કર્મીઓ પણ આવા ન્યૂઝ ના કવર કરે તેવો પ્રયાસ કરવામાં બેંકો દ્વારા કરવામાં આવ્યો હતો.

atm
English summary
Even after long time of demonetisation, problem remain same in Savarkundla.
Please Wait while comments are loading...