For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fake Sim Card Scam : CID-ATSએ કરી જોઇન્ટ રેડ, નકલી સીમકાર્ડ વેચવા બદલ 18 લોકોની ધરપકડ

|
Google Oneindia Gujarati News

Fake Sim Card Scam : CID-ATS દ્વારા રાજ્યમાંથી ફેક ડોક્યુમેન્ટ અને શંકાસ્પદ ગ્રાહકોના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને સીમકાર્ડ એક્ટિવ કરવા અને તેનું વેચાણ કરવાનું મોટું કૌભાંડ ઝડલી લીધું છે. આ અંગે કાર્યવાહી કરતા 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકોને અલગ અલગ વિસ્તારોમાંથી છેલ્લા એક અઠવાડિયાના સમયગાળામાં ઝડપી લેવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં, 29,000 થી વધુ સિમ કાર્ડ વિક્રેતાઓએ બનાવટી ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને સમગ્ર રાજ્યમાં વેચાણ કર્યું છે. ગુજરાત ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)ના જણાવ્યા અનુસાર, ટેલિકોમ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં આ માહિતી સામે આવી છે.

Fake Sim Card Scam

આ અંગે માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું કે, ઘણા કેસોમાં એવું જાણવા મળ્યું છે કે, દુકાનના માલિકોએ એક જ ફોટોગ્રાફનો ઉપયોગ કરીને એકથી વધુ સિમ કાર્ડ એક્ટિવેટ કરીને વેચ્યા છે. દરેક એપ્લિકેશનનું મેન્યુઅલી વિશ્લેષણ કરીને આ છેતરપિંડી શોધવાનું હવે શક્ય નથી.

ટેલિકોમ વિભાગે ટેલિકોમ સીમ સબસ્ક્રાઇબર વેરિફિકેશન ટૂલ માટે તેના સ્વદેશી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ફેશિયલ રેકગ્નિશન સંચાલિત સોલ્યુશનનો ઉપયોગ કર્યો હતો.

ટેલિકોમ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે, ગુજરાતમાં વિવિધ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સના ઓછામાં ઓછા 29,552 સીમ કાર્ડ ફેક ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને વેચાણ બિંદુ દ્વારા સક્રિય કરવામાં આવ્યા હતા.

CID અને ATSની સંયુક્ત ટીમોએ સમગ્ર રાજ્યમાં વેચાણ કેન્દ્રો પર રેડ કરી હતી. જેમાં નવસારી, સુરત શહેર, સુરત ગ્રામ્ય, ભાવનગર, અમદાવાદ શહેર અને રાજકોટ ગ્રામ્યમાં 15 FIR નોંધવામાં આવી છે. જેમાં લગભગ 7,000 ફેક સીમ કાર્ડ સક્રિય કરવા અને વેચવાના આરોપમાં 18 વિક્રેતાઓની ધરપકડ કરવામાં આવી છે. હાલ તપાસ એજન્સીઓ અન્ય આરોપીઓને પકડવા અભિયાન ચલાવી રહી છે.

English summary
Fake Sim Card Scam : CID-ATS conducts joint raid, arrests 18 people for selling fake SIM cards
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X