નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ ગાંધીનગર ખાતે સેમિકોનઇન્ડિયા-૨૦૨૩ અંતર્ગત આયોજિત પ્રદર્શનની લીધી મુલાકાત

ભારત સરકાર દ્વારા ગુજરાતના ગાંધીનગર ખાતે સેમિકોન ઈન્ડીયા-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે, જેનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા. ૨૮મી જુલાઈના રોજ શુભારંભ કરાવશે. આ કાર્યક્રમના શુભારંભ પૂર્વે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સેમિકોનઇન્ડિયા અંતર્ગત મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે આયોજિત પ્રદર્શનનો ગત તા. ૨૫મી જુલાઈના રોજ શુભારંભ કરાવ્યો હતો. ગત બે દિવસ દરમિયાન અનેક લોકોએ આ પ્રદર્શન નિહાળ્યું છે. આ ઉપરાંત આજ તા. ૨૭મી જુલાઈના રોજ ગુજરાત સરકારના મંત્રીમંડળના સભ્યોએ પણ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.

kanu desai

મહાત્મા મંદિરના પ્રદર્શન હોલ ખાતે રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, આદીજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતી તેમજ અન્ન અને નાગરીક પુરવઠા રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમારે એક્ઝીબીશનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીઓએ માઈક્રોન, ઈસરો, CADENCE સહિતની અન્ય સેમિકન્ડકટર કંપની ઉપરાંત ગુજરાત રાજ્ય દ્વારા રાખવામાં આવેલા વિવિધ સ્ટોલ્સનું અવલોકન કરી પ્રદર્શન માણ્યા હતા. તેમણે પ્રદર્શન નિહાળવા આવેલા વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી અને વડાપ્રધાનના વરદહસ્તે ૨૮મી જુલાઈના રોજ યોજાનાર સમારોહની પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ પણ કર્યુ હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X