ઇજિપ્તના નાણામંત્રીએ ગુજરાતના મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આરબ રિપબ્લિક ઓફ ઈજીપ્ત ના ફાઇનાન્સ મિનિસ્ટર ડો.મોહમદ મૈત અને પ્રિતીનિધી મંડળે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત યોજી હતી.તેઓ G20 અંતર્ગત નાણાં મંત્રીઓ અને કેન્દ્રીય બેન્કો ના ગવર્નરો ની ત્રીજી બેઠક માં સહભાગી થવા ગુજરાત આવેલા છે.

G-20 સમિટની વિશ્વના દેશોના ફાઇનાન્સ મિનિસ્ટરો ગુજરાત ગાધીનગરની ઉપસ્થિત છે ત્યારે ગુજરાતમાં આગામી સમયાં યોજાનાર ગજરાત વાઇબ્રન્ટ સમિટને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશ્ના નાણાંમંત્રી સાથે આ સંબંધમાં મુલાકાત કરી રહ્યા છે.
મુખ્યમંત્રી આ પહેલા યુ.એ.ઇના નાણાંમંત્રી સાથે પણ ગિફ્ટ સિટી ખાતે બેઠક કરી હતી. આ ઉપરાંત વર્લ્ડ બેન્કના પ્રેસિન્ડેન્ટ સાથે પણ મુલાકા કરી હતી.












Click it and Unblock the Notifications
